પ્રથમ દિવસે 74 વાહન ચાલકો દંડાયા

રાજકોટમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણની કામગીરીનો પ્રારંભ
ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતાં 37, રોંગ સાઇડમાં વાહન ચલાવતા 7 અને ત્રિપલ સવારીના 30 કેસો કરાયા રાજકોટ તા. 16
રાજકોટ સરકાર દ્વારા ટ્રાફીક નિયમો કડક બનાવવા અને લોકોને ટ્રાફીકના નિયમોનું પાલાન કરાવવા કડક અમલવારીનો આદેશો આપ્યા છે. તેની સાથે ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો અમદાવાદ, બોરડા, સુરત અને રાજકોટમાં આજથી ઇ - ચલણની અમલવારી શરૂ કરવાનો હુકમ કરતા પોલીસ તંત્રએ આજથી ઇ - ચલણની કામગીરીનો શ્રી ગણેશ કર્યા હતા.
રાજકોટ ખાતે પણ ટ્રાફીક પોલીસ સવારથી જ મેદાનમાં ઉતરી પડ હતી. તો ટ્રાફીક નિયમનમાં અમલવારી માટઠેની મશીનરી પણ કામે લાગી હતી. આજરોજ રાજકોટ પોલીસ દ્વારા ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા બદલ 37 કેસો કર્યા હતા. આ ઉપરાંત રોગ સાઇડમાં વાહન ચલાવવા અંગેના કુલ 7 કેસો કર્યા હતા. આમ ઇ ચલણ અમલવારીનાં પહેલાજ દિવસે 74 કેસો કરી તમામને ઇ ચલણ ફટકારવામાં આવ્યા હતાં. અને તમામ કેસો પૈકી 40.800ની રકમ સમાધાન શુલ્ક પેટે વસુલવામાં આવી હતી.
આજથી જ ઇ ચલણની કામગીરી શરૂ કરી દેવામાં આવતાં લોકોમાં પણ ટ્રાફીક નિયમનું ભાન થાય તેવા પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું તથા આગામી દિવસોમાં હેલ્મેટ કાયદા અંગે પણ કડક પગલા અમલી બનાવાશે. તેવું પોલીસ કમિશ્ર્નરે જણાવ્યુ હતું.