રેસકોર્સમાં ર1મીથી ખડુ થશે ર0પ0 નું રાજકોટ

જીનિયસ ગ્રુપ, મનપા અને સુરક્ષા સેતુનાં સહયોગથી ‘યુથ ફિએસ્ટા-ર018’ પાંચ હજાર વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ઇસરો, મનપા, કલેકટર તંત્ર પોલીસનાં ર00 થી પણ વધારે પ્રોજેકટસનું પ્રદર્શન : એકસપર્ટ એસી, કલ્ચરલ એકટીવીટી પણ યોજાશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપશે : 3 લાખથી વધારે લોકો પ્રદર્શન નિહાળે તેવો અંદાજ રાજકોટ તા.16
ર0પ0 માં રાજકોટ કેવું હશે ? તેની કલ્પનાને આકાર આપતા ર00 થી પણ વધારે પ્રોજેકટસ સાથે તા.ર1 મી થી ત્રણ દિવસ સુધી શહેરનાં રેસકોર્ષ મેદાન ખાતે યુથ ફિએસ્ટા ર018 નું આયોજન થયું છે. પ000 થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય 17 વિષયોને આવરી લઇ આ એકઝીબીશન તૈયાર થયું છે. જેનું આયોજન જિનિયસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, રાજકોટ મહાનગરપાલીકા, કલેકટર તંત્ર, પોલીસ વિભાગ વગેરેનો સહયોગ મળ્યો છે.
આજરોજ આ અંગે વિગતો આપવા યોજાયેલ પત્રકાર પરીષદમાં જિનિયસ ગ્રુપનાં ડી.વી.મહેતાએ કહ્યું કે યુથ ફિએસ્ટાનાં ત્રણેય દિવસ કલ્ચરલ એકટીવીટી પણ યોજાશે. ઉપરાંત ખેતી, શિક્ષણ, ડિફેન્સ જેવા વિષયો પર એકસપર્ટ સેશન પણ રાખવામાં આવ્યા છે.
મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું કે બાળકોમાં રહેલ શકિતઓને પાંખમેળએ માટે આ પ્રકારનાં આયોજન આવકારદાયક છે અને માટે જ મહાનગરપાલીકા આયોજનમાં ભાગીદાર બન્યું છે. આઇવે પ્રોજેકટ, નવા રેસકોર્ષ, સાયન્સ સીટીનું ગાંધી મ્યુઝીયમ વગેરેનાં પ્રેઝન્ટેશન આમાં મુકવામાં આવશે.
આ પ્રદર્શનમાં દેશની સર્વોચ્ચ સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇશરો પણ ખાસ તેમના પ્રોજેકટસ રજુ કરશે અને તા.ર1 ના નેવીક ઇન્ડીયન રીજીયોનલ નેવીગેશન સીસ્ટમ વિષયક સેમીનાર પણ કરશે. આ ઉપરાંત રાજકોટ કલેકટર ઓફીસ દ્વારા રેસકોર્ષ-ર, નવુ એરપોર્ટ અને ઇશ્ર્વરીયા પાર્ક ખાતે સાયન્સ સીટી જેવા પ્રોજેકટસ રજુ થશે, જ્યારે રાજકોટ પોલીસ દ્વારા આઇવે હેમ અને સાઇબર સીકયુરીટી પરના પ્રોજેકટસ રજુ કરાશે. આ એકઝીબીશનમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ભવિષ્યના પ્રોજેકટને લઇને પ્રોજેકટસ રજુ કરાશે જેમાં અરમાનીયા કંપની તેમના પ્રોજેકટસ રજુ કરશે.
આ પ્રદર્શન રેસકોર્ષ ખાતે 1.પ લાખ સેકવેર ફુટ એરીયામાં યોજાશે અને આયોજકોના અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ લોકો આ પ્રદર્શન નિહાળશે. જેમા: શહેરની અને આસપાસના વિસ્તારોની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો આ પ્રદર્શનનો લાભ લેશે તેવી ધારણા છે. આ પ્રદર્શનમાં ઘણા પ્રોજેકટસ આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં એકઝીબીશનના એન્ટન્સ પર હ્યુમન સાઇઝ રોબોટ આવનાર મુલાકાતીઓનું સ્વાગત કરતો જોવા મળશે. આ પ્રદર્શની નિહાળીયા પછી લોકો ચોક્કસપણે પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને વીજળી બચાવો જેવા સંદેશ લઇને જશે. આ પ્રદર્શનની આ અન્ય આકર્ષણોમાં કવીઝ, પ્રેઝન્ટેશન, ડ્રોઇંગ જેવી પ્રતિયોગીતાઓ આવનાર મુલાકાતીઓની ઉંમરને ધ્યાનમાં રાખી યોજાશે. અહીં વિદ્યાર્થીનીઓની રચનાત્મક ક્ષમતાને પ્રદર્શીત કરતા ર00 થી વધુ પ્રોજેકટસ પ્રદર્શીત થશે. આ ત્રણે દિવસ દરમ્યાન દરરોજ સાંજે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ આયોજનનું મુખ્ય આકર્ષણ બની રહેશે. તા.ર1 ના ઇશરોના એકસપર્ટ દ્વારા નેવીક વિષયક એકસર્ટ સેશન તા.રર ના પુજારા ટેલીકોમના એમ.ડી. યોગેશભાઇ પુજારાનું એકસપર્ટ સેશન - કેવી રીતે સફળ એન્ટ્રોપીન્યોર બની શકાય વિષય પર તથા તા.ર3 ના હોલીવુુડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીસના સીઇઓ, સોહન રોય દ્વારા રોબોટીકસ વિષય પર એકસપર્ટ સેશન યોજાશે.
આ બધા પ્રોજેકટસને 16 વિવિધ વિષયો જેમ કે ડિફેન્સ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ અને હાઇજીન સ્પોર્ટસ, કોમર્સ, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેકશન, એગ્રીકલ્ચર, ટુરીઝમ, રોબોટીકસ, માસ મીડિયા, એન્ટરટેઇન્મેન્ટ, સ્પેસ સાયન્સ, એન્વાયરમેન્ટ અને લાઇફ સાયન્સ એમ વિષય વાર પ્રોજેકટસ રજુ થશે. આ ઉપરાંત અહીં વિદ્યાર્થીઓએ એક ખાસ એરીયા બનાવ્યો છે. જેમાં તેઓ એવા પ્રોજેકટસ રજુ કરશે, જે ર0પ0 ની સાલમાં પણ બદલાવા ન જોઇએ. જેમાં મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતો આધારીત પ્રોજેકટસ રજુ કરાશે.
આ એકઝીબીશનના પ્રચાર માટે વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ફલેશ મોબ, પોસ્ટર, હોર્ડીંગ્સ, સોશ્યલ મીડિયા અને વિવિધ સરકારી અને ખાનગી ઓફીસો, શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. આ ઇવેન્ટ મીડિયા પાર્ટનર કામનાથ, ડીજીટલ પાર્ટનર ગ્લોબલ કોમ્યુનિકેશન અને ટેકનોલોજી પાર્ટનર પુજારા ટેલીકોમ છે.
આ ઇવેન્ટનો ઉદ્દઘાટન કાર્યક્રમ બીજા દિવસે તા.રર એપ્રિલને સાંજે પ કલાકે યોજાશે. જેમાં મુખ્ય ઉદ્દઘાટક તરીકે રાજ્યના શિક્ષણ મંત્રીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે. જ્યારે મુખ્ય મહેમાનોમાં રાજકોટના મેયર જયમન ઉપાધ્યાય, જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠ, ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઇસ ચાન્સેલર વૈદ્ય સંજીવ ઓઝા, ડો.કમલસિંહ ડોડીયા, રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તા, રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને રાજકોટ મ્યુનિ. કમિશ્નર બી.એન.પાની ખાસ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં રાજકોટના મેયર ડો.જયમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શનાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશ્નર બી.એન.પાની, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા ઉપસ્થિત રહ્યા હતા. નામ માટે મ્યુ. કમિશ્નર અને મિરાણી વચ્ચે વિવાદ સર્જાયો આજરોજ ફરી એકવાર મનપામાં મ્યુ.કમિશ્નર અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ સામે આવ્યો હતો. યુથ ફીએસ્ટા અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં પ્રેસનોટમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને ઉપસ્થિત તો રળ્યા હતા પણ પ્રેસનોટમાં તેઓનું નામ ભુલાય જવાથી કમિશ્નરને ડીફેન્સની સ્થિતિમાં મુકાવું પડયું હતું. જ્યારે ખુદ કમલેશ મીરાણીને ચાલુ પત્રકાર પરીષદે ખબર પડી કે પ્રેસનોટમાં મારૂ નામ જ નથી ત્યારે તેઓ બધાની હાજરી વચ્ચે ટોણો મારવાનું ચુકયા ? હતા કે, ‘આ તો મનપાનો કાર્યક્રમ છે, ભાજપનો થોડો છે’ ? બધાની હાજરીમાં શહેર પ્રમુખની આવી કોમેન્ટથી સમસમી ગયેલા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ એમ કરીને કવર કર્યુ કે, આ કાર્યક્રમ મહાનગરપાલીકાનો નથી પણ મનપા ફકત પાર્ટનર જ છે. ઉપરાંત આ કાર્યક્રમના પેપર્સમાં પણ છબરડા હતા. આમંત્રણ પત્રિકામાં નામમાં પણ છબરડાઓ જોવા મળ્યા હતા. (તસ્વીર : પ્રવિણ સેદાણી)