ભૂપતભાઇ બોદરના માતુશ્રીના નિધન પ્રસંગે દિલાસો પાઠવતા મુખ્યમંત્રી


શહેર ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ નાથદ્વારાના ટ્રસ્ટી ભૂપતભાઇ બોદરના માતુશ્રી દુધીબેન જશમતભાઇ બોદરનું તાજેતરમાં અવસાન થયેલ હોય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના રાજકોટના કાર્યક્રમ દરમ્યાન ભૂપતભાઇ બોદર તથા પરીવારના ઘરે જઇ સાંત્વના પાઠવી દિલાસોજી પાઠવેલ હતી, અને સ્વર્થસ્થના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરેલ હતી. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, અભયભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પરીવારજનોમાં રામજીભાઇ બોદર, જગદીશભાઇ બોદર, સુરેશભાઇ બોદર, ભૂપતભાઇ બોદર, જૈમીનભાઇ બોદર, શીવમ, મુકેશ બોદર, હરીભાઇ બોદર, જીતુભાઇ બોદર, ચંદુભાઇ બોદર, દિનેશ દુધાત્રા, નિરવભાઇ ઠુંમર, વિશ્ર્વ બોદર સહિતનાઓએ આભાર વ્યકત કર્યો હતો.