જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીને તાળાં મારવામાં મેયરના નિર્ણયનો ઉગ્ર વિરોધ

કોંગ્રેસના ભયેે પ્રજાને પ્રવેશબંધીનો આક્ષેપ સામાન્ય સભામાં અર્જન્ટ દરખાસ્ત લાવી મતદાનની માગણી કરશે કોંગ્રેસ
રાજકોટ,તા.16
મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ (સામાન્ય સભા) છે. લાંબા સમયથી બોર્ડની કામગીરી નિહાળવા આવતાં પ્રેક્ષકો માટે બનાવેલી પ્રેક્ષક ગેલેરીને મેયરના આદેશથી તાળાં યથાવત રાખવાની જાહેરાતથી હોબાળો થયો છે. મેયરના પ્રક્ષકોને અળગા રાખી પ્રેક્ષક ગેલેરીને તાળાંનો નિર્ણય ગેરબંધારણીય છે. જેના કારણે હક્ક માટેની લડાઇનો અવાજ બુલંદ બન્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવેલ છે કે, ભાજપના રાજમાં ખુદ ભાજપના મેયર જૈમનભાઇને કોંગ્રેસી કાર્યકરોના ડરથી તાળાં ખોલતા બીક લાગે છે કોંગ્રેસી કાર્યકરો પ્રેક્ષક ગેલેરીમાં તોફાન કરે છે તે બાબત બેબુનિયાદ અને વાહિયાત છે. તોફાન કરનારા કોંગ્રેસી કાર્યકરો માટે મહાનગરપાલિકામાં વાર્ષિક 10 કરોડનો પગાર કટકટાવતી વીજીલન્સ અને પોલીસને શું ધોઇ પીવા રાખો છો એવા કાર્યકરોને ગીરફ્તાર કરો બાકી પાડાને વાંકે પખાલીને ડામની જેમ પ્રેક્ષકોને બાનમાં લઇ પ્રેક્ષક ગેલેરીને તાળાં શા માટે? મેયરને દુ:ખે છે પેટ અને કુટે છે માથું.
કોઠારીયા કોલોની યુવા ગ્રૃપ દ્વારા આ તાળાં ખોલવાં રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગાંધીનગર રજુઆતો કરવામાં આવી હતી. જેમાં મોટી વીડિયો સ્ક્રિન ગોઠવી બોર્ડમાં ચાલતી કામગીરીનું લાઇવ પ્રસારણ સામાન્ય જનતા નિહાળી શકે તેવી વ્યવૃથા ઉભી કરવા તા.1/5/2017થી સેક્રેટરી પાસેથી અરજદારની રજુઆતો અંગે જવાબ કરવા તાકીદ કરી હતી ધારાસભ્ય ગોંવિદભાઇ - કોર્પોરેટરો, સિનીયર સિટીજન્સો, મતદાર એકતા સંઘની રજુઆતો બાદ પણ મેયર મનમાની કરી અલીગઢી તાળાં ખોલતાં નથી જે મેયરને આગામી દિવસોમાં ભારે પડી શકે છે. પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાની પવનપુત્ર ચકનો બગીચો 33 ફુટ કાપવાની જીદ રક્ષાબેનને ભારે પડી અને અંતે બગીચો અડધો ફુટ કપાયો નહોતો.
વોર્ડનં.-3ના કોર્પોરેટર તરીકે હું કોર્પોરેટર અતુલ રાજાણી (દંડક-મનપા)ના ટેકાથી અર્જન્ટ દરખાસ્ત કરીશ અને પ્રેક્ષક ગેલેરીના મુદ્દે બોર્ડમાં મતદાન કરો તાળાં-ખોલવાં કે નહિં તે મુદ્દે પ્રેક્ષક ગેલેરી ગુજરાતમાં મહાનગરપાલિકામાં ક્યાંય તાળા લગાડાતા નથી પ્રેક્ષક ગેલેરીએ મેયરની માલિકીની નથી તેમ અંતમાં દિલીપભાઇ અને ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.