શ્રી શ્યામમનોહરજી મ.ની અધ્યક્ષતામાં લીલીપરિક્રમા

ષષ્ઠમપીઠ ગોપાલમંદિર વારાણસીના ઉપક્રમે વ્રજયાત્રામાં દેશભરમાંથી સેંકડો વૈષ્ણવો યાત્રામાં જોડાયા
ચાલીસ દિવસ ચાલનારી આ વ્રજયાત્રામાં વિવિધ મનોરથો અને રાસલીલા સહિતના કાર્યક્રમો
રાજકોટ,તા.16
વ્રજયાત્રાની આજ પરંપરામાં ચાલુ વર્ષ-2018માં ષષ્ઠમપીઠ શ્રી ગોપાલ મંદિર વારાણસી દ્વારા પૂ.પા.ગો.શ્રી શ્યામમનોહરજી મહારાજની અધ્યક્ષતા અને આપશ્રીના આચાર્ય પુત્ર પૂ.ગો.શ્રી પ્રિયેન્દુ બાવારીની ઉપાધ્યક્ષતામાં વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમાનું સુંદર અને વિરાટ આયોજન કરવામાં આવ્યું છે.
મથુરાથી નિયમ ગ્રહણ સાથે આરંભ થનારી આ યાત્રા લગભગ-40 દિવસના વિવિધ મુકામો સાથે તા.20/10/2018ની શનિવારે વિસર્જન થશે. 40 દિવસ ચાલનારી આ વ્રજયાત્રામાં અનેક પડાવો દરમ્યાન વિવિધ લીલા સ્થલીના દર્શન-બેઠકજીના ઝારી-ચરણસ્પર્શ સાથે શ્રીના વિવિધ મનોરથો તેમજ રાત્રીના રાસ-લીલા સહિતના કાર્યક્રમો દ્વારા દેશભરના હજારો વૈષ્ણવો કૃતાર્થ થશે.
હાલના દિવસોમાં જ જુનાગઢ ગૃહના વયસ્થ આચાર્ય પુ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના નિત્ય લીલા પ્રવેશ થવાથી અને યાત્રા આયોજક પૂ.ગો.શ્રી શ્યામમનોહરજી મહારાજશ્રી એમના જ લઘુભ્રાતા હોવાથી ઉપરોકત ષષ્ઠમગૃહ કાશીની યાત્રા મુલત્વી રહેવા અંગે વૈષ્ણવોમાં ગેરસમજ ઉપસ્થિત થઇ રહી છે. ત્યારે જુનાગઢ ગૃહના આચાર્યોની તત્કાલ એક મીટીંગમાં મહાપ્રભુજીના સમયથી આજે 18 પેઢીઓથી અવિરત ચાલતો પ્રકાર અને વૈષ્ણવો અને સંપ્રદાયના ભાવ-પોષણ માટે ચાલતો ઉપક્રમ છે ત્યારે એ રોકાવો જ જોઇએ તેવી લાગણી સાથે ગો.શ્રી હરિરાયજી જામનગર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ષષ્ઠમગૃહ શ્રી ગોપાલ મંદિર વારાણસી દ્વારા ગો.શ્રી શ્યામમનોહરજીની આજ્ઞા અનુસારની વ્રજયાત્રા ચાલુ રહેશે અને સૌરાષ્ટ્રભરના વૈષ્ણવો તેમાં જોડાઈ તેવી અપીલ કરાઈ છે.
એ અનુસાર યાત્રા સમિતિના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના સંયોજક ચીમનભાઇ લોઢીયાએ આ યાત્રામાં જોડાવા ઈચ્છુક વૈષ્ણવો નીચેના મંદિર તેમજ કાર્યાલયોમાં માહિતી સાથે પોતાના નામ નોંધાવી શકશે.
(1) શ્રી ષષ્ઠમપીઠ શ્રી ગોપાલ મંદિર -કાશી (વારાણસી)
(2) શ્રી મોટી હવેલી- જામનગર
(3) શ્રી વિઠ્ઠલેશભુવન હવેલી-જુનાગઢ
(4) શ્રી ગોકુલનાથજી મંદિર-નડીયાદ
(5) શ્રી મોટા મંદિર ઝાંઝરડા રોડ-જુનાગઢ
(6) શ્રી મોટી હવેલી -જેતપુર
(7) શ્રી વ્રજભુવન હવેલી - ઉપલેટા
તેમજ રાજકોટના સોનાલીબેન બગડાઈ-મો. નં.99771 35414 દ્વારા નામ નોંધાવી યાત્રામાં જોડાઈ શકે છે.