રોયલપાર્ક સ્થા. જૈન સંઘમાં સમૂહ વરસીતપ પારણા યોજાશે

રાજકોટ,તા.16
શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘનાં આંગણે સમુહ વરસીતપના પારણાંનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સંપ્રદાયના પૂ. પ્રાણ-રતિ-મુકત-લીલમ સન્મતિ ગુરૂણીના સુશિષ્યાઓ પૂ. સુનિતાબાઇ સ્વામી તથા પૂ. શ્ર્વેતાંસીબાઇ સ્વામી તા. 17/18 ને મંગળવાર અને બુધવારે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન ઉપાશ્રયે ચંદ્રકાંતભાઇ શેઠની ભાવભરી વિનંતીને માન આપી વરસીતપના પારણાં પ્રસંગે પધારશે. તો વ્યાખ્યાન-વાણીનો લાભ લેવા વિનંતી કળશ પ્રત્યાખ્યાન- આલોચના તથા વ્યાખ્યાન મંગળવારે સવારે 9:30 થી 10:30 અને બુધવારે 11:30 કલાકે તપસ્વીઓના પારણાં રાખવામાં આવેલ છે. સંઘાણી સંપ્રદાયના જય વિજય પરિવારના પૂ. સાધનાબાઇ મહાસતીજી તપસ્વીને આશીર્વાદ આપવા પધારશે. સંઘના આયોજનમાં શ્રી ચંન્દ્રકાંતભાઇ શેઠની આગેવાની હેઠળ અશોકભાઇ મોદી, ટી.આર.દોશી અને બન્ને મહિલા મંડળોના બહેનો સક્રિય રસ લઇ રહ્યા છે. શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની સ્થાપના બાદ છેલ્લા 23 વર્ષથી સમૂહ વરસીતપના પારણા દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ સી.એમ.પૌષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.