સરગમ લેડીઝ ક્લબના ઉપક્રમે બહેનો માટે સમર ટ્રેનિંગ કલાસ

30 થી વધુ વિષયોના નિષ્ણાત ટયુટરો દ્વારા બહેનોને તાલીમ અપાશે
રાજકોટ તા.16
વેકેશનનાં સમયગાળાનો બહેનો સદુપયોગ કરી શકે તે હેતુથી સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફકત બહેનો માટેનાં સમર ટ્રેનીંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર ટ્રેનીંગ કલાસ આગામી તા.ર/પ થી તા.1ર/પ સુધી કોટક સ્કુલમાં દરરોજ સાંજના પ થી 7 સુધી યોજાશે.
આ સમર ટ્રેઇનીંગ કલાસમાં વિવિધ વિષયોના નિષ્ણાંત ટયુટર્સ દ્વારા ર7 વિષયોની તાલીમ આપવામાં આવશે. આ સમર ટ્રેઇનીંગ કલાસમાં બ્યુટી કેર અને હર્બલ બ્યુટી કેર, ગ્લાસ, નીબ પેઇન્ટીંગ અને ગ્લેઝ પેઇન્ટીંગ, મહેંદી, ફેશન ડીઝાઇન, સ્પોકન ઇંગ્લીશ, સીરામીકસ ફેબ્રીક પેઇન્ટીંગ અને કોલાઝ, ફેન્સી વર્ક, ક્રીસ્ટલ વર્ક, કેન્ડલ મેકીંગ, મઢ મીરર, કોડીના દાગીના - ફેન્સી તોરણ અને વુડન પીસીસ, દોરી તથા સુતળીના શોપીસ, સોફટ ટોયઝ, હેન્ડ એમ્બ્રોડરી, ટાઇ એન્ડ ડાઇ, બારીક પ્રીન્ટ, ફેબ્રીક પેઇન્ટીંગ, કેલીગ્રાફી, પર્સનાલીટી ડેવલપમેન્ટ વિવિધ પ્રકારના ગ્રીટીંગ્ઝ અને લગ્નમાં વપરાતી વસ્તુઓ શણગાર, મોતીના દાગીના તથા સાડીની બોર્ડર બનાવતા શીખો, ફોક ડાન્સ, દાંડીયારાસના સ્ટેપ્સ, કુકીંગ, માચી વર્ક, આઇસ્ક્રીમ, સરબત, કેક, પેપર કવીલીંગ અને રીબીન વર્ક, વુડન કટીંગ ડેકોરેશન અને વેડીંગ ડેકોરેશન, લામાશા વર્ક તેમજ રેશમ થ્રેડ ઓર્નામેન્ટસ એન્ડ જવેલરી મેકીંગ જેવા ગૃહ ઉપયોગી તેમજ વ્યવસાયલક્ષી વિષયોની તાલીમ ટોકન ફી લઇને શીખવવામાં આવશે.
સરગમ લેડીઝ કલબના સમર ટ્રેનીંગ કલાસના આયોજનમાં લગ્ન વેબ્સવાળા મૌલેશભાઇ ઉકાણી, રાજ બેંક, જોહર કાર્ડસના યુસુફભાઇ તથા રાધિકા જવેલર્સના અશોકભાઇ ઝીંઝુવાડીયાનો સહયોગ મળ્યો છે. આ સમર ટ્રેનીંગ કલાસના ફોર્મ સરગમ મહિલા લાયબ્રેરી 101, એવેરેસ્ટ બીલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી, મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર, સરગમ કલબ કોઇન્સ કોર્નર, ડો.યાજ્ઞિક રોડ, સરગમ મહિલા લાયબ્રેરી આમ્રપાલી રોડ, પોલીસ ચોકી ઉપર, સરગમ હેલ્થ કેર સેન્ટર, જાગનાથ મંદિર ચોક ખાતેથી મળશે. રાજકોટની તમામ બહેનો ઉપરોકત વિભાગોમાંથી ફોર્મ મેળવી શકશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ દોમડીયા, સ્મીતભાઇ પટેલ તથા ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ભાવનાબેન માવાણી, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, વિપુલાબેન હિરાણી, ભાવનાબેન ધનેશા, જયશ્રીબેન રાવલ, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, જયશ્રીબેન વ્યાસ, આશાબેન ભુછડા, સુધાબેન દોશી, રંજનબેન વોરા, અલ્કાબેન ધામેલીયા તેમજ લેડીઝ કલબના 100 થી વધુ કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.