‘ઘર એ જ વિદ્યાલય’ના પ્રકલ્પ હેઠળ વાલીઓને અપાયું પ્રશિક્ષણ

સરસ્વતી શિશુ મંદિર દ્વારા કરાયું આયોજન
રાજકોટ તા.16
ઘર એ જ વિદ્યાલય એક અભિનવ પ્રયોગ શિશુકલા-1 માં જેમાં બાળકના પ્રવેશ દરમ્યાન પરીવારનું દાયિત્વ શું છે ? ઘરને વિદ્યાલય કેવી રીતે બનાવી શકાય ? બધી જ બાબતોનો વિચાર કરી ઘર એ જ વિદ્યાલયના પ્રકલ્પ હેઠળ શિશુકલા-1 ના બાળકોના વાલી માટે પરીવાર પ્રશિક્ષણનું આયોજન થયું.
ઘર એ જ વિદ્યાલય પ્રયોગમાં એપ્રિલ માસમાં શિશુકલા પ્રથમ લો.કે.જી.ના વાલીઓના પ્રશિક્ષણ માટે ચાર સોપાનનું આયોજન કરેલ હતું. જેમાં પ્રથમ સોપાન જીવનનો ઘનિષ્ઠતમ અનુભવ જેમાં અરૂણભાઇ દવે, બીજુ સોપાન સંસ્કાર અને ચારિત્ર નિર્માણ માટે જેમાં ભાવેશભાઇ જોશી, ત્રીજુ સોપાન ક્ષમતાઓનો વિકાસ જેમાં યોગેશભાઇ મહેતા અને ચોથુ સોપાન શિશુ વિકાસનો આહાર વિહાર જેમાં પરેશભાઇ ધનરાજાણીએ ઉદ્દબોધન કર્યુ હતું. શિશુ મંદિરના બાળકો અને તેમના માતા પિતા દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ અને રમતોનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમજ આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અપૂર્વભાઇ મણીયાર, ટ્રસ્ટના મંત્રી રમેશભાઇ ઠાકર, હસમુખભાઇ ખાખીએ બાળકોને બીરદાવ્યા હતા.