લાઇબ્રેરીના પગથિયાં ચડતા આખા દિવસનો થાક જતો રહ્યો - હિતેનકુમાર

રોટરી મીડટાઉન લાઇબ્રેરીની મુલાકાત લેતા ફિલ્મ ચિત્કારના કલાકારો
રાજકોટ તા.16
ચિત્કાર ફિલ્મના કલાકાર હિતેનકુમાર અને સુજાતા મહેતાએ રોટરી મીડટાઉન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. ફિલ્મ ચિત્કાર વિશે લોકો સાથે વાત કરેલી ફિલ્મની વાત કરતા પહેલા હિતેનકુમાર કહ્યું હતું કે મને ખુબ જ ખુશી થાય છે કે આજે હું મારી ફિલ્મની વાત કોઇ લાઇબ્રેરીમાં કરી રહ્યો છું અને આ લાઇબ્રેરીના પગથીયા ચડતા મારો આખા દિવસનો થાક પણ જતો રહ્યો. આજે હું લાઇબ્રેરીના પુસ્તકો, સામયિકો અને સીડી ડીવીડી વચ્ચે રહીને ફિલ્મ ચિત્કાર અને મારા અનુભવની વાત કરું છું. સુજાતા મહેતા એ ફિલ્મ ચિત્કાર વિશે વાત કરતા જણાવ્યું કે આ ફિલ્મ એ પ્રસિધ્ધ અને મુળ ગુજરાતી નાટક ચિત્કાર પર આધારીત છે. જે સાચી કથા પર આધારીત છે. આ નાટકનું પહેલું આયોજન વર્ષ 1983 માં થયું હતું અને ભારત અને વિદેશમાં રપ વર્ષ સુધી આ નાટક ભજવવાનું હતું અને તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બંને કલાકારોના રજૂઆત બાદ પ્રેક્ષકોના જવાબ બંને કલાકારોએ આપેલા આ કાર્યક્રમમાં રોટરી મીડટાઉન લાઇબ્રેરીના પ્રોજેકટ ચેરમેન દિવ્યેશભાઇ અઘેરા, લાઇબ્રેરીના સભ્યોએ હાજરી આપી હતી.