રાઉન્ડઅપ

કાલે સંતવાણી
રાજકોટમાં કોઠારીયા કોલોની સોરઠીયા વાડી બગીચા સામે સંત કૈલાસવાસી કિશોરગીરીબાપુની સ્મરણાંજલી કાલે રાત્રીના 8 કલાકે ભજન આરાધનાનું ભાવભેર આયોજન કરવામાં આવેલ છે.
શ્રીકૃષ્ણ ચિકિત્સાલયમાં રાહત દરે સોનોગ્રાફી તથા ઇકો કાર્ડિયોગ્રામની સેવા
લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણ ચિકિત્સાલય (કનક રોડ, એસ.ટી.પાછળ) સોનોગ્રાફી, ડીઝીટલ એકસરે તથા ઇકો કાર્ડીયોગ્રામ તથા લેબોરેટરીનાં તમામ પરીક્ષણોની સેવા રાહત દરે કરી આપવામાં આવે છે.
ર6મીથી નિ:શુલ્ક સહજ ધ્યાન યોગ શિબિર યોજાશે
સહજ ધ્યાન યોગના પ્રણેતા ઘનશ્યામગુરૂજીની આગામી ર7પ નિ:શુલ્ક શિબિર તા.ર6 ને ગુરૂવારના રોજ સાંજે પ.00 વાગ્યાથી તા.ર9 ને રવિવારે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. બી.પી., ડાયાબીટીસ, સાંધાનો દુ:ખાવો, અનિદ્રા, થાક, એસીડીટી, અલ્સર, શ્ર્વાસના રોગો, ડીપ્રેશન, કેન્સર જેવા હઠીલા રોગોથી છુટકારો મેળવી શકાશે. કુવાડવા ચોકડીથી વાંકાનેર રોડ ઉપર માત્ર બે કીમીના અંતરે વામકુક્ષીમાં યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા માટે ટ્રસ્ટની ઓફીસ જતીન 1, રોયલ કોમ્પ. ઢેબર રોડ, ભુતખાના ચોક ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
બુધવારે નિ:શુલ્ક એક્યુપ્રેશર નિદાન સારવાર કેમ્પ યોજાશે
નેશનલ યુથ પ્રોજેકટના ઉપક્રમે કોઇપણ પ્રકારની દવા વગર નિ:શુલ્ક એકયુપ્રેશન નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા.18 ને બુધવારે સવારે 11 થી 1ર.30, અને સાંજે 7 થી 7.4પ સુધી ર11-મારૂતિનંદન કોમ્પ., બીજા માળે, ગેલેકસી હોટલ સામે, જવાહર રોડ, રાજકોટ ખાતે દર્શિતભાઇ ભાતેલીયા, સરયુ એસ.તન્ના તેમજ કેમ્પના પથદર્શક ભારત જોડો સાયકલ યાત્રી, રાજેશ જે.ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરાયું છે.
હરબટિયાળીમાં કાલે વાએઝ યોજાશે
આવતીકાલે દારૂલ ઉલુમ ફૈઝ ઝાહીર શાહપીર એક ઐતીહાસીક અઝીમુશાન પ્રોગ્રામ રાખેલો છે જેમાં મશહુર મુકરીર હઝરત શહેનશાહ ખીતાબી હુઝુર ગાઝીએ મિલ્લત સૈયદ હાશમી મિયાં અશરફી કછોછાવાળા તશરીફ લાવી રહેલ છે. જેમાં સર્વે સુન્ની મુસલમાન ભાઇઓ હાજરી આપી સવાબે દારૈમ હાસીલ કરશો મીલાદ શહીફમાં મીલાદે મુસ્તુફા મીલાદ પાર્ટી મીલાલ પાસે રાજકોટવાળા જનાબ જિલ્લાનીબાપુ (મો.8434478692) પીરની દરગાહ હરબટીયાળી તાલુકો ટંકારા (જી. મોરબી) ખાતે યોજાશે.
સિસ્ટર નિવેદિતા શાળા દ્વારા વિલિયમ શેક્સપીયર અંકનું વિમોચન
સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી સાહિત્યનાં મહાન લેખક વિલિયમ શેક્સપીયરની 400મી પૂણ્યતિથિની ઉજવણીના અનુક્રમે તૈયાર કરવામાં આવેલ હસ્તલિખિત અંક ‘વિલિયમ શેક્સપીયર’નાં વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. અંકનું વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગનાં વડા ડો. જયદિપસિંહજી ડોડીયાનાં હસ્તે કરવામાં આવેલું.ડો. જયદિપસિંહજી ડોડિયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ ‘વિલિયમ શેક્સપીયર’નાં જીવનમાં વિવિધ પાસાઓ પર આવો સંદુર હસ્તલિખિત અંક તૈયા કરે તે ગૌરવપ્રદ ઘટના છે. યુનિવર્સિટીએ કરવાં જેવું કામ આ શાળાનાં વિદ્યાર્થીઓએ કરેલ છે.આ સંસ્થા દ્વારા વાંચન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ કાર્યક્રમો થાય છે, જેમાં વિદ્વાનોનાં પ્રવચનોનો લાભ મળે છે. ભાઇઓ પોતાના શિક્ષણનાં વિચારો યુનિર્વસિટીના વિદ્યાર્થીઓને પણ આપે અને તેમને માર્ગદર્શન આપે તેવી અપેક્ષા રાખું છું.