પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ આહવાન રેલી

કાલે બ્રહ્મ યુવતીઓ સાફા બાંધી બુલેટ/સ્કૂટર સાથે રેલીમાં જોડાશે: દરેક વિસ્તારમાં રેલીનું કરાશે સ્વાગત
રાજકોટ,તા.16
ભુદેવ સેવા સમિતિ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ યુવક-યુવતીઓના ઉત્સાહને ધ્યાને લઇને આવતી કાલે પંચનાથ મંદિરેથી સાંજે 5 વાગ્યે પરશુરામ જયંત્નિી પુર્વસંધ્યાએ ભવ્ય ‘પરશુરામ ચેતના રેલી’ નું આયોજન કરવામાં આવ્યું છે.
ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે, આ ભવ્ય સ્કુટર રેલી દ્વારા બ્રહ્મ પરીવારોના યુવક-યુવતિઓનો ઉત્સાહ જળવાય રહે, લોકો રેલીમાં જોડાઇ અને ‘બ્રહ્મ સંગઠન’ મજબુત બનાવે, આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો ડિઝીટલ થઇ ગયા છે. ત્યારે ડિઝીટલ સંબધોની બદલે રૂબરૂ બધા એક હોય માં એકઠા થાય પરિવારો એકબીજા સાથે જોડાઇ: એકબીજાને ઓળખતા થાય, સમાજ માટે જાગૃતિ થઇ કંઇક કરવા માટે યુવાનોમાં પ્રેરણા મળે, અને આવા કાર્યક્રમ દ્વારા સંબંધો તથા ઓળખાણ થવા એક સાતત્યતા જળવાય રહે. બ્રહ્મ યુવાનો એકબીજાના પરીચયમાં આવી એકબીજાને મદદની ભાવના વિકસાવી શહે તેવો રેલીનો ખુબ મહત્વનો ઉદેશ પણ છે.
આ રેલીમાં યુવક-યુવતિઓ સ્કુટર, બાઇક, ફોરવ્હીો લઇ, શણગારી સ્કુટર, બાઇક, બુલેટ, વગેરે માટે સાફા બાંધી અને યુવક-યુવતિઓ બુલેટ ચલાવશે.
આ રેલીમાં બહોળી સંખ્યામાં બાઇક, ફોરવ્હીલ, બેલેટ, જીપ હશે સાથે ધજા, પતાકા, ભગવાન પરશુરામને પ્રિય ફરશી, કુમકુમ તિલક, વગેરે સાથે ખુબજ ભવ્ય અને મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
રેલી આવતી કાલે સાંજના 5 વાગ્યે પંચનાથ મંદિર રાજકોટ ખાતેથી વૈદિક મંત્રોચ્ચાર, બાળાઓના સામૈયા, બધાને કુમ કુમ તિલક-ચાંલ્લા સાથે જય જય પરશુરામના ના નાદ સાથે બ્રહ્મ સમાજના અગ્રણી, માર્ગદર્શક અને રાષ્ટ્રિય કાયદાપંચના સદસ્ય અભયભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવશે, રાજકોટના મેયર જૈમન ઉપાધ્યાય તથા બ્રહ્મ કોર્પોરેટર, બ્રહ્મ અગ્રણી તેમજ તળગોળના પ્રમુખો ઉપસ્થિત રહેશે.
તેમજ પ્રસ્થાન થયા બાદ રેલી ના સમગ્ર રૂટ પણ બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા-પુષ્પ સ્વાગત કરવામાં આવશે.
આહવાન રેલી પંચનાથ મંદિરેથી મંગળવાર સાંજે 5 વાગ્યે પ્રસ્થાન થઇ અને તેના યાત્રા રૂટ એટલે કે પંચનાથ મંદિર, લીમડા ચોક, ત્રીકોણબાગ, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર, અકિલા ચોક, (જિલ્લા પંચાયત ચોક) કિશાનપરા, આમ્રપાલી ફાટક, હનુમાન મઢી, બ્રહ્મ સમાજ ચોક, રૈયા ચોકડી અને ત્યાંથી 150 ફુટ રીંગ રોડ પર ત્રિમૂર્તી બાલાજી મંદીરે સ્માપન કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હેમાનીબેન રાવલ, ભાર્ગવી બેન ભટ્ટ, કિર્તીબેન દવે, હિનાબેન દવે, રક્ષાબેન ત્રિવેદી, નેહલ ત્રિવેદી, રિધ્ધી વ્યાસ, કલ્પનાબેન લખલાણી, માનવ વ્યાસ, નિરજ ભટ્ટ, યજ્ઞેશભટ્ટ, વિશાલ ઉપાધ્યાય મિત ભટ્ટ, નિશાંત રાોલ, મયુર વોરા, દિલિપ જાની, જીજ્ઞેશ ત્રિવેદી વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.