મદનમોહનજી હવેલી ટ્રસ્ટ સંચાલીત શ્રી વલ્લભાખ્યાન કથા સંપન્ન

વ્રજધામ ગૃપના કાર્યકરોનું અનિરૂધ્ધજી મહોદય દ્વારા કરાયુ સન્માન
રાજકોટ,તા.16
મદનમોહનજી હવેલી ટ્રસ્ટ (કામવન) આયોજીત અને વ્રજધામ ગૃપ રાજકોટઠ સંચાલિત વલ્લભખ્યાન કથાના પાંચમા દિવસે વક્તાએ જણાવેલ કે મહાપ્ભુજીના બન્ને લાલજી ગોપીનાથજી બલદેવજી સ્વરૂપે અને વિઠ્ઠલનાથજી શ્રીકૃષ્ણ સ્વરૂપે છે. ત્રીજા આખ્યાનની જણાવેલું કે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સ્થાપિત કરીછ પોતાના બન્ને પુત્રો દ્વારા વેદ પંથ વિસ્તારેલ હતો અને શ્રી દૈવીજીવોને આનંદનું દાન કરાવેલ. દૈવી જીવો માટે આ માર્ગ પ્રગટ કરેલો. જે ભક્તના હૃદયમાં ભગવત નામ રહેશે તેનું કદાપી પતન નહી થાય અને રામાયણનું સુંદર દ્રષ્ટાંત આપતા જણાવેલ કે રામનામ વાળા પથ્થરો પણ તર્યા હતા. શ્રીકૃષ્ણ શ્રી ભાગવતજીનું મુળ તત્વ છે જે આધી-વ્યાધી દૂર કરનાર છે. પતિવ્રતા પત્ની પોતાના ધણી પાસે જ ભાવ પ્રગજ્ઞ કરે છે. ચરણાંટ કોઇ યુગમાં વ્રજમાં રહેલ. ગુસાઇજીં નવરંગ નાગર અને ચર્તુશિરોમણી હતા. શ્રીપુષ્ટિભકિતમાં 28 તત્ત્વનું ફલ પ્રાપ્ત થાય છે. વિઠ્ઠલનાથજી ગુસાંઇજીનું પ્રાક્ટ્ય વર્ણન ખુબ અલૌકિક અને ભાવાત્મક શબ્દોમાં સમજાવેલ અને પ્રાકરચના આનંદમાં રાસ કિર્તનકારોએ ગવડાવેલો. વલ્લભને દ્વારે આનંદ અપાર રે પ્રગ્ટ્યા શ્રી વિઠ્ઠલનાથજી વક્તાએ ગુસાઇજીના જન્મોત્સવ પ્રસંગમાં જણાવેલ કુ વિઠ્ઠલના શરણમાં બધા દોષો નષ્ટ થાય છે. જન્મોત્સવમાં સૌભાગ્ય સુંદરીઓનું વર્ણન કરેલ. શ્રી મહાપ્રભુજીએ પુત્રના જન્મની ખુશીમાં પધારેલ સર્વને ભકિતનું સંવદાન તેમજ ભેટ આપેલ. મમની ઉદારતા રાખવાથી ધનની તેમજ ભાવની વૃધ્ધિ થાય છે. ઘોષ શબ્દનો અર્થ વ્રજ બતાડેલ અને ઘોષપતિ એટલે શ્રીકૃષ્ણ એમ સમજાવેલું આપણે જેના પ્રત્યે પ્રેમ અને શ્રધ્ધા હોય તેને વંદન કરીએ છીએ. ગુસાઇજીએ શ્રીમદ ભાગવતજી અને સુવોધીનીનો ભાવ વિસ્તૃત રીતે સમજાવ્યો છે. કથાના વિરામ પહેલા મનોરથીઓ- સહયોગીઓ - વ્રજધામ ગૃપના સર્વે કાર્યકરો -સભ્યોનું ગો. 108 અનિરૂધ્ધજી મહોદય દ્વારા ઉપરણા દતેમજ સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવેલ. આજે રાત્રે કાર્યક્રમમાં રાજકોટના ‘રંગ ઉત્સવ’ મંડળ દ્વારા રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ થયેલ જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.