મહાનગરપાલિકા દ્વારા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ


રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તા.14/04/2018ના રોજ શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માર્કેટ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સેનિટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન જાગૃતિબેન ઘાડિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, કોર્પોરેટરશ્રી બીનાબેન આચાર્ય, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, જ્યોત્સનાબેન ટીલાળા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા કાથડભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.