જો તમે આધ્યાત્મિક રીતે પવિત્ર હશો તો જ સમાજને પ્રદાન કરી શકશો-અપૂર્વમુનિ

બીએપીએસ આયોજીત ફીચર્સ ઓફ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં 2000થી વધુ પ્રોફેસરો રહ્યા હાજર રાજકોટ તા,16
સંતવિભૂતિ પૂ. પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂવસક ઉજવાશે. જે અંતગસત સમગ્ર વષસ રિમમયાન રાજકોટ શહેરમાં વવવવિ સામાજીક અને શૈક્ષવણક કાયસક્રમો યોજાનાર છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ફીચર્સ ઓફ ફેકલ્ટી વવષય પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ(એફડીપી)નું આયોજન કરવામાં આવ્યું હતું.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂવસમુવન સ્વામી અને ઉપવસ્થત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી એફડીપી નો શુભારંભ કરવામા આવ્યો હતો. કાયસક્રમમાં સ્વાગત ઉદૃબોધનના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર ડો. મેહુલભાઈ રૂપાણીએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. કમલભાઈ ડોડીયા એ પણ પ્રેરણાત્મક ઉદૃબોધન કયુું હતુ. ત્યારબાદ પ્રેરક વિડિયો શો અને થીમને અનુરુપ વાસ્તવવકતા રજૂ કરતી સ્કીટની હૃયિસ્પશી રજૂઆત યુવકો દ્વારા કરવામા આવી.
ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં પૂજ્ય અપૂવસમુવન સ્વામીએ ફીચર્સ ઓફ ફેકલ્ટી વિષય પર ચોટિાર અને જોમસભર વતતવ્યનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ છાત્ર સંવાદ આત્મ સંવાદ અને પરમાત્મા સંવાદ વિષય પર હાજર રહેલ સૌ કોઈ પ્રોફેરર્સને શિક્ષણલક્ષી મુલ્યોને જીવનમાં દ્રઢ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં છાત્ર સંવાદ અંતર્ગત ટીચ વેલ એટલે કે વિદ્યાથીને સારું શીખવો, એકસપર્ટ ઇન યોર વફલ્ડ એટલે કે તમારા વવભાગમાં વનષ્ણાત બનો, એપ્રીશીએટ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાથીને બિરદાવેલ. પ્રેમ સભર પધ્ધત વિદ્યાથીનો અભિગમ બદલી શકે છે. વિદ્યાથી સાથે પ્રોફેસરના વાણી, વર્તન અને વ્યવહારના વિચારો કેવા હોવા જોઈએ તેના પર વિવિધ દ્રષ્ટ્ાંતો તેમજ પ્રેરક વિડીઓ શો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આત્મ સંવાદઅંતર્ગત એક ફેકલ્ટી તરીકે તમારી પ્રમાવણકતા, સહાનુભુતિ તેમજ સમાજ સાથેનો નાતો, સમાજ સાથેના સંબંધો અને સમાજને ઉજાગર કરવાની વાતો વિષે માગસિશસન આપવામાં આવ્યું.
પરમાત્મા સંવાદ અંતગસત ફેકલ્ટીમાં ધાર્મીકતાની ભાવના, પ્રોફેસર તરીકે પરમાત્મા સાથેનો નાતો અતૂટ અને મજબૂત હોવો જોઈએ તેના પર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન એવા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબના વાકય ટાંકતા કહેલું,જો તમે આધ્યાત્મિક રીતે પવિત્ર હશો તો જ તમે સમાજને પ્રદાન કરી શકશો.
આ કાર્યક્રમમાં રાજકોટની કોલેજોમાંથી અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વાઈસ ચાન્સલર ડો.કમલભાઈ ડોડિયા, સૌરાષ્ટ્ર યુવનવર્સસટીના પૂવસ વાઈસ ચાન્સલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ મેમ્બસસ ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.ભાવીનભાઈ કોઠારી, ડો.મગરીશભાઈ ભિમાણી, ડો.વિજયભાઈ પટેલ, ડો.અમીતભાઈ હાપાણી, ડો.ધરમભાઇ કાંબલીયા ડો.હરદેવસિંહ જાડેજા, ડોેરમેશભાઇ વાઘાણી, આર.કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શિવલાલ રામાણી, મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશભાઇ જાડેજા વગેરેએ પધારી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધી કરી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની 183 કોલેજોના 2000 થી પણ વધુ પ્રોફેસરો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં તમામ પ્રસાદ લઇને એક આદર્શ પ્રોફેસર બનવાની પ્રેરણા લઇને વિદાય થયા હતા.