કંપની એક્ટમાં કરાયેલા સુધારાઓ અંગે બુધવારે માર્ગદર્શન સેમીનાર

રાજકોટ તા.16
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારે તાજેતરમાં કંપની એકટમાં કરેલ સુધારા-વધારા અંગે જાણકારી આપતા સેમીનારનું તા.18-4 ને બુધવારના રોજ સાંજના 4 વાગ્યે રાજકોટ ચેમ્બર કોન્ફરન્સ હોલ, સેન્ટર પોઇન્ટ, કરણસિંહજી રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ સેમીનારમાં નિષ્ણાંત કંપની સેક્રેટરી ધર્મેન્દ્ર ગણાત્રા દ્વારા કંપન એકટની નવી જોગવાઇઓ અંગે જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવશે. જે કંપની એકટ નીચે નોંધાયેલ કંપનીઓ અને નવી કંપનીના નિર્માણ માટે ઉપયોગી બની રહે તેમ હોવાથી સંબંધકર્તા અને રસ ધરાવતા સર્વે સેમીનારમાં ઉપસ્થિત રહી શકશે તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ યાદીમાં જણાવેલ છે.