તંત્રને વારંવાર રજૂઆત કરાયા બાદ પણ ગૌતમ એપાર્ટમેન્ટનું પાણી જાહેર માર્ગ પર

સુભાષ રોડ પર હોસ્પિટલો હોવાથી લોકો પરેશાન
રાજકોટ તા.16
શહેરના સુભાષ રોડ પર આવેલ ગાંતમ એપાર્ટમેન્ટના ગંદા પાણીનો નિકાલ જાહેર માર્ગ પર થઇ રહ્યો છે. ત્યારે આ ગંદા પાણીનો નિકાલ રોડ પર થતો બંધ કરાવવા માંગ કરાઇ છે.
શહેરની મધ્યમાં લીમડા ચોક પાસે સુભાષ રોડ પર ગૌતમ એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટનું ગંદુ પાણી સુભાષ રોડ પર જાહેરમાં વહે છે. જે જગ્યાએ ગંદુ પાણી રોડ પર ફેલાય છે. તે જગ્યાની બન્ને બાજુ હોસ્પિટલ આવેલ છે કોર્પોર્શીયલ હેતુથી 24 કલાક ધમધમતા રોડ પર ગંદકી અને બદબુથી લોકો સતત પરેશાન રહે છે. આસપાસમાં હોસ્પિટલ ઉપરાંત મેકલ સ્ટોર્સ, હોટેલ્સ, મંદિર, ટી-પોસ્ટ નામાંકિત ટ્રાવેલ્સની ઓફીસો ઉપરાંત અનેક ઔદ્યોગીક કોમર્શીયલ એકમો આવેલ છે.
અહીથી પસાર થતા દર્દીઓ રાહદારીઓ તેમજ વિદેશી પ્રવાસીઓ પણ રાજકોટની ગંદકી તથા બદસુરતીના સાક્ષી બને છે. આ બાબતે આ અગાઉ પણ ઘણી વખત મહાનગરપાલિકા કચેરી તેમજ વેસ્ટ ડીપાર્ટમેન્ટ, વોર્ડ ઓીફસ વગેરે કચેરીઓમાં ફરીયાદ કરવામાં આવી છે. તેમ છતા કોઇ ઉકેલ નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.