શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ પાસે યુવાનને છરી ઝીંકી બે શખ્સોએ લૂંટી લીધો

 પરપ્રાંતીય યુવાન વતન જવા બસ સ્ટેન્ડે ગયો ત્યારે બનાવ, થેલામાં રૂા. 200ની રોકડ, બે મોબાઇલ અને ડોકયુમેન્ટ હતા
રાજકોટ તા.16
શહેરમાં તાજેતરમાં જ લૂંટ, મારામારી, હત્યા જેવા ગુનાઓમાં રીક્ષાચાલકોનું નામ સામે આવ્યું છે ત્યારે લોધીકાના વાગુદળ ગામે મજુરી કામ પરપ્રાંતિય યુવાન મિજારસિંગ કુલસીંગ પરમાર (ઉ.વ.રપ) આજે સવારે વતન જવા માટે રાજકોટમાં શાસ્ત્રી મેદાન એસટી બસ સ્ટેન્ડ પાસે હતો ત્યારે અજાણ્યા બે રીક્ષાચાલકોએ ઝઘડો કરી છરી ઝીંકી થેલો લૂંટી જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.
થેલામાં રૂા.ર00 ની રોકડ, બે મોબાઇલ, એટીએમ કાર્ડ, આધારકાર્ડ અને કપડા હોવાનું તેણે જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાઇટર ધીરેન ગઢવીએ પ્રાથમિક એન્ટ્રી નોંધી એ ડીવીઝન પોલીસને જાણ કરી છે.