લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર શખ્સ ઝબ્બે


રાજકોટ: દસ દિવસ પૂર્વે સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સગીરાને શોધી કાઢવા અને આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી. રામાપીર ચોકડી પાસે રહેતો આરોપી રવિ સામતભાઇ કારથીયા ગોંડલ ચોકડી નજીક આવ્યો હોવાની બાતમી આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, ઇન્દુભા રાણા, નિલેશભાઈ મકવાણા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઈ મકવાણા, ભાવિનભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ ઝાલા, સલીમભાઇ મકરાણી, વાલજીભાઇ જાડા, દીપકભાઈ ડાંગર, પ્રવીણભાઈ જામંગ અને રાણાભાઇ કુંગશીય સહિતના સ્ટાફે આરોપી રાવીને દબોચી લીધો હતો.