રાજ્યમાં ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો પ્રારંભ

19 ચીજવસ્તુઓનો સમાવેશ: 50 કિ.મી.ની મર્યાદા થવાથી
રાજકોટ તા.16
પંદર દિવસ પહેલા આંતરરાજ્ય ઇ-વે બીલના અમલ બાદ આજથી ગુજરાત રાજ્યમાં ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બીલનો પ્રારંભ થયો છે અને 19 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ઇ-વે બીલ હોવું ફરજીયાત છે તેમજ પ0 કી.મી. મર્યાદા યથાવત રાખવામાં આવી છે. જીએસટી કચેરીમાંથી મળતી માહિતી મુજબ જીએસટીમાં ઇવે બીલની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજ્ય પરની ચેકપોસ્ટ
નાબુદ કરવામાં આવી છે અને મોબાઇલ સ્કવોડની પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેટ જીએસટી કચેરીમાંથી જાહેર કરવામાં આવેલ પરીપત્ર મુજબ પચાસ હજાર રૂપિયાની કિંમતની 19 વસ્તુઓનો ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બીલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરી માસમાં પ્રારંભ થયો હતો પરંતુ સાઇટ હેંગ થતા બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરી સાઇટમાં ફેરફાર કર્યા વગર ઇ-વે બીલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ થયેલા ઇન્ટ્રા સ્ટેટ ઇવે બીલમાં આંતર રાજ્ય ઇવેબીલના કાયદા યથાવત રાખવામાં આવ્યો છે.