માસૂમ પુત્રની મગજની બીમારીના આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યું

રૈયાધાર વિસ્તારમાં બનેલો બનાવ 15 દિવસ પહેલા એસિડ પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો
રાજકોટ તા,16
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા દેવીપુજક યુવાને 15 દિવસ પહેલા એસીડ પી લીધુ હતું. સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજયું છે. માસુમ પુત્રની મગજની બિમારીના આઘાતમાં પિતાએ જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકની લાગણી છપાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધારમાં રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતા મનોજ લાલજીભાઇ ડઢાણીયા (ઉ.વ.25) નામના યુવાને ગત તા.1/4ના રોજ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ ખાનગી બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન ગત રાત્રે તેનું હોસ્પિટલના બિછાને
મોત નિપજયું છે.
પ્રાથમિક તપાસમાં મૃતક મનોજ ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ અને રિક્ષા ચલાવવા તથા કડીયાકામની મજુરી કરતો હતો તેમને
સંતાનમાં બે પુત્ર છે.
જેમાં નાના પુત્ર અંકિતને જન્મથી મગજમાં ગાઠ હોય જેની ઘણી જગ્યાએ સારવાર કરાવવા છતા સાજો થતો ન હોવાથી પુત્રની બિમારીના આઘાતમાં આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.