રિફંડ મેળવવા આપ્યાં છ આંકડા એપ્લિકેશનમાં માગ્યા સાત

એકસ્પોર્ટરોને વધુ મૂંઝવણમાં મૂકતું જીએસટી તંત્ર: કરોડોના રિફંડ અધ્ધરતાલ અધિકારીઓ-એક્સપોર્ટરોને અંધારામાં રાખી કરતા ફેરફાર: વેપાર ધંધા ઉપર માઠી અસરથી રોષ
રાજકોટ, તા. 16
જીએસટી તંત્ર દ્વારા અવારનવાર એપ્લીકેશનમાં ફેરફાર કરવામાં આવે છે અને તેનાથી એકસપટરો અને અધિકારીઓ પણ અંધારામાં હોય છે ત્યારે જીએસટી તંત્ર દ્વારા વધુ એક ફેરફાર કરતા એકસપટરો મુંઝવણમાં મુકાયા છે અને કરોડોના રિફંડ અદ્ધરતાલ છે. રિફંડ મેળવવા એકસપટરોને છ આંકડાનો ઈસીએમ નંબર આપવામાં આવે છે પરંતુ જયારે એપ્લીકેશન ઓપન કરવામાં આવે ત્યારે સાત આંકડાનો નંબર માંગતા એકસપટરનો મુશ્કેલીમાં મુકાયા છે. અને રિફંડ નહી મળતા વેપાર ધંધા ઉપર અસર પડી રહી હોવાની ભૂમરાણો ઉઠવા પામી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એકસપર્ટરોનો રિફંડનો પ્રશ્ર્ન હજી સુધી સળગતો છે અનેક રોડો રૂપીયાના રિફંડ અદ્ધરતાલ છે ત્યારે જીએસટી તંત્ર દ્વારા
વધુ એક ગતકડું કરતા એકસપર્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ બાબતે એક વકિલે જણાવ્યુ હતું કે મુંદ્રાથી વેપારીઓ દ્વારા અન્ય દેશમાં માલ સામાન એકસપોર્ટ કરવામાં આવે છે. જેમાં શીપ જયારે ભારતની જળસીમાની બોર્ડર વટાવે છે ત્યારે શીપ દ્વારા કસ્ટમ વિભાગને આંકડાનો નંબર આપવામાં આવે છે. જે નંબર કસ્ટમ વિભાગ એકસપટરોને આપે છે જે નંબર એપ્લીકેશનમાં નાખતા વેપારીઓને પોતાના રિફંડ સરળતાથી મળી જાય છે પરંતુ એક અઠવાડીયાથી એપ્લીકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે એકસપટરો જયારે ઓનલાઈન રિફંડ મેળવવા એપ્લીકેશન ખોલે છે અને છ આંકડાનો નંબર નાખે છે ત્યારે તેની પાસેથી સાત આંકડાનો નંબર માંગવામાં આવે છે જયારે આગળ કે પાછળ ઝીરો ઉમેરવામાં આવે તો એપ્લીકેશન રદ કરવામાં આવે છે.
આ અંગે એકસપટરો દ્વારા સ્થાનિક કક્ષાએ જીએસટીની કચેરીમાં રજૂઆત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાય છે અને માથી ખંઝવાળતા રહે છે અને અમને પણ ખબર નથી તેવો જવાબ આપતા હોય છે. ત્યારે જીએસટી તંત્ર દ્વારા ગમે ત્યારે ગમે તેવા એપ્લીકેશનમાં ફેરફાર કરવામાં આવે છે અને એકસપટરો અને અધિકારીઓને અંધારામાં રાખવામાં આવતા હોવાની રાવ ઉઠવા પામે છે.
એપ્લીકેશનમાં આવતી ઓરર અને આંકડાના ફેરફારથી એકસપટરોના કરોડોના રિફંડ અટવાયા છે હાલ એકસપટરોના રિફંડ નહી આવતા વેપાર ધંધા ઉપર માઠી અસર પડી છે અને રૂપીયા નહી હોવાથી વેપારીમાં રોકાણ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડસવાળા અને મેન્યુફેકચર માટે હજુ પણ રિફંડ મેળવવા અધરૂ છે પરંતુ ટ્રેડસવાળાને ટેકસમાં રાહત આપવામાં આવી છે. ટ્રેડસવાળાનં 0.1 ટકા ટેકસમાંથી મુકિત આપવામાં આવી છે. જયારે મેન્યુફેકચર ઉપર ટેકસ રાખતા મુશ્કેલીમાં વધારો થયો છે. વહેલી તકે જીએસટી તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.