પુનિતનગરમાં કારખાનેદાર પ્રજાપતિ યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

 બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ
રાજકોટ, તા. 16
રાજકોટના પુનિતનગરમાં રહેતા પ્રજાપતી યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતકને મહાદેવવાડીમાં કારખાનું હોવાનું જાણવા મળ્યુ છે. પ્રજાપતી યુવાનના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
રાજકોટના પુનિતનગર 80 ફૂટ રોડ આવકાર એવન્યુ 501 માં રહેતા વિમલભાઈ છગનભાઈ માલવી નામના 35 વર્ષીય પ્રજાપતી યુવાને ગત સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે 108 માં જાણ કરતા 108 નો સ્ટાફ દોડી ગયો હતો પરંતુ જોઈ તપાસી એમટી મયુરભાઈએ મૃત જાહેર કરતા તાલુકા પોલીસ સ્યેશનના ઋષીરાજસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. પ્રાથમીક તપાસ દરમિયાન મૃતક વિમલભાઈ મહાદેવવાડીમાં કારખાનું ધરાવતા હતા અને સંતાનમાં બે દિકરા હોવાનું જાણવા મળ્યુ હતું આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.