વોર્ડ નં.11માં જુદા-જુદા વોંકળા ઉપર બોક્ષ કવર્ડ કરવાનું ખાતમુહૂર્ત

રાજકોટ તા,16
વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપ પાસે અવધ સોસાયટીને લાગુ મવડી ગામ પાસે તથા હેમાંન્દ્રી એપાર્ટમેન્ટ પાસેના વોકળા પર રૂ.3.43 કરોડના ખર્ચે બોક્ષ કવર્ડ કરવાનું ખાતમુહુર્ત મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર તથા વોર્ડ નં.13ના પ્રભારી રાજુભાઈ બોરીચાના વરદ્ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, મહામંત્રી સંજયભાઈ દવે, મૈલુંક્ભાઈ કપુરીયા, સંજયભાઈ પીપળીયા, હિતેશભાઈ મુંગરા, વિપુલભાઈ કાથરોટીયા, ભરતભાઈ ડાભી, જયેશભાઈ બોરીચા, અમિતભાઈ પાઘડાર, આશિષભાઈ મારવાણીયા, જાનીભાઈ, અરજણભાઈ, ધર્મેશભાઈ સોલંકી, રમેશભાઈ દેલવાડિયા, કિશોરભાઈ પાડલીયા, દિનેશભાઈ ચાપાણી, ચંદુભાઈ ચાપાણી, બાલુભાઈ કાનાણી, વાઘજીભાઈ માકડિયા, રમેશભાઈ ઘરસંડિયા, શામજીભાઈ વાસજાળિયા, રણજીતભાઈ સાગઠીયા, કાંતીભાઈ સગથીયમ મગનભાઈ હાંસલિયા, વિઠ્ઠલભાઇ ઘોડાસરા, વિપુલભાઈ કપુરીયા, દયાળજીભાઈ, વિગેરે તથા કસ્તુરી એવિયરી, આદર્શ ડ્રીમ, ઇસ્કોન હાઈટ્સ, સ્થાપત્ય બિલ્ડિંગ, કોટીયાર્ડ, કસ્તુરી રેસીડન્સી, કસ્તુરી કેસલ, જીવરાજ પાર્ક, ગોલ રેસીડન્સી, તથા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.