SGVP ગુરૂકુળ રીબડા ખાતે સમર સ્પોર્ટસ કેમ્પની તડામાર તૈયારી

  • SGVP ગુરૂકુળ રીબડા ખાતે સમર સ્પોર્ટસ કેમ્પની તડામાર તૈયારી
  • SGVP ગુરૂકુળ રીબડા ખાતે સમર સ્પોર્ટસ કેમ્પની તડામાર તૈયારી

30 એપ્રિલથી ર9 મે દરમિયાન કેમ્પ
રાજકોટ તા.16
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શાસ્ત્રી ધર્મવત્સલ સ્વામીના માર્ગદર્શન નીચે સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે આગામી તા. 30 અપ્રિલથી તા. 29 મે દરમ્યાન સમર સ્પોર્ટ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ ભાગ લઇ શકે છે. આવવા જવા માટે બસની સુવિધા રાખવામાં આવશે. સમર સ્પોર્ટસ કેમ્પની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ સમર કેમ્પમાં બાળકોને હોર્સ રાઈડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ, વગેરે અનેક રમતો અનુભવી કોચ દ્વારા શીખવવામાં આવશે.