ભાઇના વિયોગમાં ધોરણ-12ની છાત્રાનો ગળાફાંસો ખાઇ આપઘાત

કોઠારીયા રોડ પર હુડકો ચોકી પાસે મારૂતિનગરનો બનાવ એકની એક પુત્રીના મોતથી રાજપૂત પરિવારમાં કલ્પાંત
રાજકોટ,તા.16
શહેરના કોઠારીયા રોડ પર હુડકો ચોકી પાસે આવેલા મારૂતિનગરમાં રહેતી ધોરણ-12ની છાત્રાએ ભાઇના વિયોગમાં ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો છે. એકની એક પુત્રીના મોતથી રાજપૂત પરિવારમાં કલ્પાંત છવાઇ જવા પામ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર મારૂતિનગર શેરી નં. 4/6માં રહેતી કોમલ ભરતભાઇ ચાવડા (ઉ.વ.19)નામની રાજપૂત યુવતિએ આજે સવારે પોતાના ઘરે બાથરૂમમાં ફુવારાના પાઇપ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો બનાવની જાણ થતા પરિવારજનાોએ કોમલને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ અહિં તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના મહિલા પીએસઆઇ એ.વી. પોપરોતર અને રાઇટર વિજયગીરીએ હોસ્પિટલે દોડી જઇ પ્રાથમિક કાગળો કરી જરૂરી
કાર્યવાહી કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક કોમલે ધોરણ-12ની પરીક્ષા આપી હતી તેના પિતા મજુરી કામ કરે છે. તથા એક વર્ષ પહેલા તેના ભાઇનું અવસાન થયું હોય જેથી તે ડિપ્રેશનમાં રહેતી હતી અને ભાઇના વિયોગમાં તેણીએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પુત્રના હોત બાદ એકની એક પુત્રીએ પણ જીવન ટૂંકાવી લેતાં રાજપૂત પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.