74 ન્યાયાધીશો ન્યાય મેળવવા પહોંચ્યા હાઈકોર્ટે

પ્રમોશન, હક રજા સહીતના મુદ્દે પીટીશન: 7 જુલાઈએ ગુજરાત સરકારે જવાબ આપવા હાઈકોર્ટનો હુકમ જસદણ, તા. 16
દેશની લોકશાહીના ઈતિહાસમાં કદી નહી બની હોય તેવી ઘટના ભારતીય ન્યાય તંત્રમાં બની છે. સામાન્ય જનતાને ન્યાય આપવા વાળા જજને તેમની સિનિયોરીટીમાં થયેલા અન્યાય બાબતે ન્યાય મેળવવા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવી પડી છે.
એડવોકેટ વૈભવ વ્યાસ દ્વારા રાજયની વિવિધ કોર્ટમાં સીવીલ જજ તરીકે ફરજ બજાવતા 74 જેટલા જજને ન્યાય માટે કરેલી અરજીની વિગતો મુજબ હાઈકોર્ટે તા.4-7 ના જાહેરાત આપી 506 સીવીલ જજની ભરતી માટે અરજી મંગાવ્યા બાદ 369 ની એડહોક અને 137 ની કાયમી સીવીલ જજ તરીકે ભરતી કરી હતી. ત્યાર બાદ 27-4-2012 ના બીજી જાહેરાત આપી 33 કાયમી અને 287 એડહોક મળી કુલ 320 સીવીલ જજ માટે અરજી મંગાવવામાં આવી હતી. આ તમામ જજની ભરતી પ્રક્રિયા ગુજરાત સ્ટેટ જયુ. સર્વિસીસ રૂલ્સ 2005 અંતર્ગત થાય છે જેમાં એડહોક અને કાયમી વચ્ચે કોઈ ફેરફાર દર્શાવવામાં આવ્યો નથી. આમ છતા ફેબ્રુઆરી 2018 માં જુનીયર સીવીલ જજને સિનિયર સીવીલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારે એડહોક જજોને ધ્યાને લેવામાં આવ્યા નથી. સિનિયોરીટી તેમજ લીવ અને પે ની બાબતમાં એડહોક તરીકે આપેલી સેવાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી. વર્ષ 2012-13 નવી બેન્ચની 74 જેટલા જજે પ્રમોશન, હક રજા, પગાર ધોરણ, સિનિયોરીટી લીસ્ટ સહિતમાં એડહોકનો સમયગાળો ઉમેરવા હાઈકોર્ટમોં દાદ માંગવામાં આવી છે. હાઈકોર્ટમાં પીટીશન અને હાઈકોર્ટના રજીસ્ટ્રારને જવાબ રજુ કરવા નોટીશ પાઠવી છે અને તા.7 જુલાઈ 2018 ના રોજ જવાબ રજુ કરવા હુકમ કર્યો છે. આ રીટને પગલે માત્ર ગુજરાતના જ નહીં દેશના ન્યાય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.