જૂનાગઢના પૂર્વ સાંસદ બારડના પરિવાર દ્વારા સ્વ. ધાનાભાઈની આજોઠામાં સ્વ.જીણાભાઈની દેદામાં પ્રતિમા મુકાઈ

આજોઠા અને દેદા ગામે પ્રતિમાનું અનાવરણ વેરાવળ તા:16
વેરાવળ તાલુકાના બાદલપરા ગામે બારડ પરિવારના મોભી સ્વ.જશુભાઇ બારડનું સ્વપ્ન તેમના પુત્ર દ્વારા પુરૂ કરવામાં આવેલ જેમાં સ્વ.ધાનાભાઇ બારડ અને તેમની સાથે તેમના ભેરૂબંધ એવા સ્વ.જીણાભાઇ બાકુ (આદ્રી) ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ છે.
બાદલપરા ગામના ઘાનાભાઇ માંડાભાઇ બારડ પરિવારના પનોતા પુત્ર અને સમગ્ર ગુજરાત તેમજ સોરઠ પંથકમાં આહિર સમાજના નામને ઉજળુ કરી બતાવનાર આહીરત્ન એવા જશુભાઇ બારડ એ પોતાની કારકીર્દી દરમ્યાન રાજકીય ક્ષેત્રે પોતાની કોઠાસુજ થી કેબીનેટ કક્ષા સુધી અને જીલ્લાના સાંસદ અને ધારાસભ્ય તરીકે રહી સામાજીક, સહકારી , શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી આહિર સમાજ સહીત દરેક સમાજના લોક હદયમાં આગવું સ્થાન જાળવી રાજકારણ નહી પણ રાજનીતીમાં માનનારા અને સ્પષ્ટ વક્તા તરીકેની છાપ ધરાવનાર સ્વ.જશુભાઇ બારડના પિતાશ્રી સ્વ.ધાનાભાઇ બારડ અને તેમની સાથે તેમના ભેરૂબંધ એવા સ્વ.જીણાભાઇ બાકુ (આદ્રી) અને અન્ય બે વ્યક્તિનું તાલાળા ખાતે અવસાન થતા તેમની ધરોહર સંભાળનાર જશુભાઇ બારડ એ રાજકારણની સાથે શિક્ષણ ક્ષેત્રે ખેડાણ કરી ધુસીયા, આજોઠા, દેદા વિદ્યાસંકુલો ઉભા કરેલ ત્યારબાદ જશુભાઇ બારડના સ્વપ્ન મુજબ સ્વ.ધાનાભાઇ બારડ તેમજ આદ્રીના પનોતાપુત્ર એવા સ્વ.જીણાભાઇ બાકુ ની સ્મુતિમાં તેમની પ્રતિમા દેદા ગામની શાળામાં અને ધાનાભાઇ બારડની આજોઠા ગામની શાળામાં મુકવી તેવું નકકી કરેલ પરંતુ આ સ્વપ્ન અધુરૂ રહેતા જશુભાઇ ના પુત્ર શૈલેષભાઇ બારડ દ્વારા આજોઠા ગામે શાળામાં ધાનાભાઇ માડાભાઇ બારડ અને દેદા ગામની શાળામાં જીણાભાઇ ખીમાભાઇ બાકુ ની પ્રતિમાનુ અનુક્રમે દેવરાજભાઇ બારડ અને ભરતભાઇ બાકુ ના હસ્તે પૂજાવિધી દ્વારા અનાવરણ કરવામાં આવેલ હતું. આ સમયે બારડ પરિવારમાંથી કાળાભાઇ, ગોવિંદભાઇ, રામભાઇ અને બાકુ પરિવારમાંથી કાનાભાઇ પૂજાભાઇ અને અન્ય મહાનુભવોમાં ડો.રામભાઇ સોલંકી , બાબુભાઇ રામ , મેરૂભાઇ પંપાણીયા, વેજાણંદભાઇ વાળા, રાજસીભાઇ ભીમસીભાઇ બાકુ, રાણાભાઇ ભીમસીભાઇ બાકુ, સાંગાભાઇ પારાભાઇ બાકુ, મનસુખભાઇ ગોહેલ, લખમણભાઇ પરબતભાઇ જોટવા, સરમણભાઇ વાળા, બાદલભાઇ હુંબલ ,અમુભાઇ સોલંકી તથા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રતાપભાઇ જાદવ અને હમીરભાઇ વાઢીયા સહીતના હાજર રહેલ અને આ અનાવરણ વિધી નો કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવેલ હતો.  વેરાવળ તાલુકાના આજોઠા ગામે શાળામાં સ્વ.ધાનાભાઇ બારડ અને દેદા ગામની શાળામાં સ્વ.જીણાભાઇ બાકુ ની પ્રતિમાનું અનાવરણ કરાયેલ તે તસ્વીરમાં નજરે પડે છે.        (તસ્વીર  રાજેશ ઠકરાર  વેરાવળ)