નવિ હળીયાદમાં લીંબાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

કાલથી કથાનો પ્રારંભ : રાત્રીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
વિસાવદર તા,16
નવિ હળીયાદ મુકામ સમસ્ત લીંબાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ, જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભ તા.17 ને મંગળવારે તથા કથા પૂર્ણાહુતિ તા.23ને મંગળવારે થશે. બગસરા તાલુકાના નવિ હળીયાદ મુકામે લીંબાણી પરિવાર દ્વારા ઈષ્ટદેવ દાડમા દાદાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તેમાં વ્યાસપીઠ પર વકતા જુનાગઢ નિવાસી પરેશભાઇ મહેતા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. તા.19ને ગુરુવારના નૃસિંહ જન્મ સવારે 10 કલાકે, સાંજના 5 કલાકે વામન જન્મ, તા.20 શુક્રવારે રામ જન્મ બપોરના 12 કલાકે, તેમજ સાંજના 5 કલાકે કૃષ્ણજન્મ ઉજવાશે. તા.21ના સાંજના 4 કલાકે રૂક્ષ્મણી વિવાહ તેમજ તા.23ને સોમવારે બપોરના 1 કલાકે પૂર્ણાહુતિ રાખવામાં આવી છે. તા.18ને ગુરુવારના રાસગરબા તા.20ના ગુરુવારે રાતે સંતવાણી, તા.22ને રવિવારે રામામંડળ- રામાધણી રામામંડળ રાજકોટનું આયોજન કરેલ છે.