ખંભાળિયાના કલ્યાણજી મંદિર ખાતે કાલે પાટોત્સવના દર્શન યોજાશે


જામખંભાળીયા,તા.16
ખંભાળિયામાં બિરાજમાન સુપ્રસિધ્ધ શ્રી કલ્યાણરાયજીના મંદિરે આવતીકાલે મંગળવારે સાંજે પાટોત્સવ સહિતના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રી કલ્યાણરાયજીને 550 વર્ષ પૂર્વે ‘ઠાકર શેરડી’ ગામેથી અહિં પધારતાં વૈશાખ સુદ-બીજના દર વર્ષની જેમ આ વર્ષે પણ કલ્યાણરાયજી મંદિર ખાતે સાત ધજા તથા ફૂલ શણગાર સાથેના પાટોત્સવના દર્શન મંગળવાર તા.17મી ના રોજ સાંજે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી યોજાયા છે.
આ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મંદિરના પૂજારી રાજુભાઇ સેવક દ્વારા અનુરોધ કરાયો છે.