ઢાંક દલિત સમાજ દ્વારા ડો.આંબેડકર જયંતીની ઉજવણી


ઢાંક તા,16
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે તા.14 એપ્રીલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતીની ધામધુમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ઢાંકમાં આવેલ આંબેડકરનગરથી સમસ્ત દલીત સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં આગેવાનો તથા ભાઇ-બહેનો જોડાયા હતા.
શોભાયાત્રા મેઈન બજારમાંથી ક્ધયાશાળા તેમજ ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન અને પી.ડી. માલવીયા શાળા ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ.