તાલાલા પંથકમાં ખેડૂતોની ‘વીજબિલ’માં રાહતની માગણી

ઊર્જામંત્રીને રજૂઆત કરતા આગેવાન
તાલાલગીર તા:16
તાલાલા પંથકમાં વીજળીના બીલો બે માસના આપી વીજ કચેરી ગ્રાહકોના હજારો રુપીયા ખોટી રીતે લેતી હોય આ અંગે ત્વરીત યોગ્ય કરી ઔદ્યોગિક જોડાણની જેમ વીજગ્રાહકોને પણ વીજ વપરાશનું બીલ દર મહીને આપવા માંગણી ઉઠી છે.
તાલાલ પંથકના વિગગ્રાહકો વતી તાલાલા તાલુકાના માધુપુરગીર ગામના સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઇ ચોથાણીએ રાજયના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં વીજગ્રાહકોને દર બે મહીને વિજળીના બીલો આપવામાં આવે છે.
ઘણી વખત સ્ટાફના અભાવે બે માસ થવા છતા પણ વીજળીના બીલો આપવામાં આવતા નથી પરીણામે વીજ કંપનીની સ્લેબ કરતા પણ વીજળીબીલની વધારે રકમ ગ્રાહકોને આપવી પડતી હોય તે ભારે અન્યાય કારક છે. તાલાલા પંથકમં દર મહીને ગ્રાહકોને વીજળીના બીલો આપવામાં આવે તો કરકસર રીતે વીજળીનો વપરાશ કરતા નાના પરીવારોને વીજકંપનીના સ્લેબ પ્રમાણે આપવામાં આવતા વીજળી બીલ માંથી રાહત મળી શકશે.
ઉર્જામંત્રીશ્રીને પાઠવેલ પત્રમાં ઉમેર્યુ હતું કે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના પરીપત્રમાં રહેણાંક, કોમર્શીયલ અને ઓૈદ્યોગીક ક્ષેત્રે માટે માસીક ટેરીફ દર્શાવવામાં આવેલ છે. છતા પણ વીજ કંપનીઓ દ્વારા રહેણાંક વિસ્તારોમાં 60 દિવસ અને ઔદ્યોગીક વિસ્તારમાં 30 દિવસે વીજળી વપરાશનું બીલ આવે છે.
જે નાના વીજગ્રાહકનું આર્થિક શોષણ સાથે અન્યાય કારક હોય. તાલાલા પંથકમં વીજળીના બીલો માસીક ટવેરીફ પ્રમાણે દર મહીનેઅઆપી નાના પરીવારો પાસેથી ખોટી રીતે લેવામાં આવતી વીજળી બીલની રકમ બંધ કરવા પત્રના અંતમાં શ્રી જીતેન્દ્રભાઇ ચોથાણીએ ઉર્જામંત્રી સમક્ષ માંગણી કરી છે.