તાલાલામાં બુધવારે બ્રહ્મચોર્યાસી યોજાશે

પરશુરામ જયંતીની ઉજવણી સંદર્ભે કાર્યક્રમ
તાલાલા ગીર તા.16
ગીરના પાટનગર તાલાલા શહેરમાં તાલાલા સમસ્ત બ્રહ્મસમાજ તથા બ્રહ્મ યુવા ગ્રુપ દ્વારા તા. 18-4 ના ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભારે ધામધુમથી ઉજવાશે.
આ પ્રસંગે તાલાલા શહેરમાં બપોરે 3 વાગે પરશુરામ ભગવાનની વિશાળ શોભાયાત્રા નીકળશે. બ્રહ્મસમાજેથી પ્રસ્થાન થયેલ વિશાળ શોભાયાત્રા તાલાલા નગરના મુખ્ય માર્ગો ઉપર પરીભ્રમણ કરશે શોભાયાત્રા બાદ સાંજે બ્રહ્મસમાજના પરશુરામ ભગવાનની મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. મહાઆરતી પુર્ણ થયા બાદ બ્રહ્મ ચોર્યાસી ભોજનનો કાર્યક્રમ યોજાશે.
તાલાલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવણીના ભવ્ય આયોજનથી બ્રહ્મપરીવારેમાં જબરો ઉત્સાહ પૂર્વતી રહ્યો છે. સમસ્ત બ્રહ્મસમાજના જન્મોત્સવના ગૌરવંતા આ કાર્યક્રમને વધાવવા તમામ ભુદેવો સહ પરીવારએ પધારવા આ કાર્યક્રમના આયોજકોએ જાહેર આમંત્રણ સાથે તમામ ભૂદેવ પરીવારોને અનુરોધ કર્યો છે.
સત્સંગ કથા યોજાશે
તાલાલા ગીર સત્સંગ સમાજ આયોજીત તા.18 બુધવારે રાત્રે 9 થી 1ર ગણેશ પાર્ટી પ્લોટમાં સત્સંગ કથા યોજાશે. જીનવમાં પ્રભુભકિતનો પ્રકાશ પાથરવાના મુખ્ય ઘ્યેય સાથે યોજાઇ રહેલ આ સત્સંગ કથામાં વકતા તરીકે સુપ્રસિઘ્ધ વિદ્વાન પ.પૂ. સંતશ્રી (સતધામ સુરત) ઉ5સ્થિત રહી ભકત ભાવીકોને સમાજમાંથી વ્યસનની હિક દુર્ગણો દુર કરવા સહીત સમાજ ઉપયોગી ધાર્મીક જ્ઞાન સાથે કથાનું રસપાન કરાવશે. તાલાલા શહેરના સત્સંગ સમાજના ગૌરવવંતો આ ધાર્મીક કાર્યક્રમમાં ધર્મપ્રેમી તમામ ભકત ભાવિકોએ સંતદર્શન તથા કથા વાર્તાનો લાભ લેવા અચુક પધારવા સત્સંગ કથાના આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે.