વેરાવળના સોનારિયામાં શૈક્ષણિક શિબિર સંપન્ન

તાલુકા પંચાયતની ન્યાય સમિતિનું આયોજન
પ્રભાસપાટણ તા.16
વેરાવળ તાલુકાના સોનારીયા ગામે તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ દ્વારા સામાજીક અને શૈક્ષણિક શિબિર ન્યાય સમીતી તા.પ. વેરાવળનાં અઘ્યક્ષ નારણભાઇ બામણીયાના પ્રમુખ સ્થ્ાને યોજાયેલું.
શિબિરની શરુઆત દિપ પ્રાગટયથી કરવામાં આવેલ અને ઉ5સ્થિત અગ્રણીઓએ ડો. બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરેલ હતા સ્વાગત પ્રવચન ભગવાનભાઇ સોલંકીએ કરેલ.
તેમજ વેરાવળ તાલુકા પ્રમુખ ઉનડકટ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળા, જી.પ. ના અઘ્યક્ષ વિક્રમભાઇ વાળા, મનસુખભાઇ ગોહિલ, પ્રવીણભાઇ આમહેડા, પુનાભાઇ માકડીયા, મનસુખભાઇ મકવાણા, રાજીબેન સોલંકી સહીતના અગ્રણીઓએ તેમના વિભાગ દ્વારા સરકારી યોજનાઓના લાભો અને માર્ગદર્શન આપેલ તેમજ રાજકીય અગ્રણીઓએ પ્રસંગને અનુરુપ પ્રવચનો કરેલા હતા. આ તકે વેરાવળ તા.પ. ના ઉપપ્રમુખ દેવાયતભાઇ મેર, કાળાભાઇ મકવાણા, ઓનારીયા ગામના સરપંચ કાનજીભાઇ ચૌહાણ, પટેલ ઉકાભાઇ સામાજીક ન્યાય સમિતિના અઘ્યક્ષ દેવાભાઇ બામણીયા, ટાભાભાઇ પરમાર, સામતભાઇ ભજગોતર, ઉમરાળા સરપંચ હરીભાઇ ચાંડયા, આર.ટી.ડી.ઓ પરમાર માલાભાઇ વાજા ભીમાભાઇ સોલંકી પૂજાભાઇ સહીતના અગ્રણીઓએ હાજરી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિનયભાઇ રાઠોડે કરેલ આભાર વિધિ વેરાવળ તા.પ. ના સદસ્ય તેજાભાઇ સોલંકીએ કરેલ હતું. સામાજીક અને શૈક્ષણિક પ્રશિક્ષણ શિબિરમાં ઉ5સ્થિત આગેવાનો, મહાનુભાવો નજરે પડે છે. (તસ્વીર:-દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)