ભાણવડમાં રક્તદાન કેમ્પ યોજાયો

  • ભાણવડમાં રક્તદાન કેમ્પ યોજાયો

170 બોટલ રકત એકત્રિત થયું; એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ; સમૂહ ભોજન યોજાયું
ભાણવડ તા.16
ભાણવડ ખાતે જય સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુપર-7 ગ્રુપના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ રકતદાન કેમ્પ, એમ્બ્યુલન્સ લોકાર્પણ તેમજ સમુહ ભોજન કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો. ખરાવાડમાં સથવારા સમાજ ખાતે યોજવામાં આવેલ રકતદાન કેમ્પ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં કુલ 170 બોટલ જેવું માતબર રકતદાન આવ્યુ હતું. જામનગરની વોલન્ટરી બ્લડ બેંક અને ખંભાળીયાની બ્લડ બેંક દ્વારા આ રકત એકત્રિત કરવામા આવ્યુ હતું. દરમ્યાન ભાણવડની પ્રજાને ઉપયોગી થઈ શકે એવી એમ્પ્યુલન્સ વાનનું સ્વ. રામજીભાઈ રત્નાભાઈ નકુમના સ્મરણાર્થે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ભાણવડમાં યોજાઈ ગયેલ રકતદાન તથા એમ્બ્યુલન્સ વાન લોકાર્પણ કાર્યક્રમ
(તસ્વીર: હિતેન્દ્રસિંહ જાડેજા-ભાણવડ)