સુરેન્દ્રનગર-વઢવાણમાં 3-4 દિવસે પાણી વિતરણ

છેવાડાના વિસ્તારમાં સમસ્યાઓ છતાંં તંત્ર બેદરકાર
વઢવાણ તા.16
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ પંથકનાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં છેવાડાની પ્રજાને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે ત્યારે પાલીકા તંત્રની ૅઘોર બેદરકારીથી તુટેલી લાઇનો સમયસર રીપેર નહીં કરાતાં રસ્તાઓ ઉપર બેફામ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીથી પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે.
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ છેવાડાના વિસ્તારમાં પ્રજાને પાણી મળતું નથી 3-4 દિવસ ટળવળે છે. પણ પાણી મળતું નથી. ત્યારે સુ.નગર સુધરાઇ વઢવાણ સુધરાઇની ઘોર બેદરકારીથી તુટેલી પાઇપ લાઇનમાંથી પાણી રસ્તા ઉપર વહે છે સુ.નગર ના રતનપરના નેમીનાથ સોસાયટીથી પાણીના લીકેજના કારણે રસ્તા ઉપર પાણી વહી રહ્યું છે. પાણીનો બગાડ થઇ રહ્યો છે પણ તંત્ર દ્વારા લાઇન રીપેર થઇ જતા બધુ બરાબર થઇ જશે નિયમોનું પાણી મળતુ થઇ જશે
જયારે વઢવાણ પાછળના ડેરી વિસ્તારમાં પાણી તુટેલી પાઇન લાઇન રસ્તા ઉપર વહેતુ પ્રજાની પરેશાની તંત્રનાં એક જ જવાબ રીપેર થશે એટલે બધુ બરાબર થઇ જશે. તંત્રના વાંકે પાણીની લાઇનોમાંથી થઇ રહેલો પાણીનો વેડફાટ તસ્વીરમાં નજરે પડે છે.  (તસ્વીર:- રૂદ્રદતસિંહ રાઠોડ-વઢવાણ)