વેરાવળના આંબલિયાળામાં સમૂહ લગ્નોત્સવ યોજાશે

અખાત્રીજના દિવસે યોજાશે કાર્યક્રમ
પ્રભાસપાટણ તા.16
વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામે તા. 18-4 ને અખાત્રીજના શુભ દિવસે વેરાવળ તાલુકા વૈષ્ણવ સાધુ સમાજના ચર્તુથ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે માંગલીક પ્રસંગોમાં મંડપ રોપણ તા. 17-4 જાન આગમન તા. 18-4 સવારના 6 કલાકે હસ્ત મેળાપ શુભ ચોઘરીયે, આર્શિવચન અને મહેમાનોનું સન્માન 11 કલાકે ભોજન સમારંભ 11.30 કલાકે જાન વિદાય બપોરનાઆ તકે સંતો મહંતોમાં કથાકાર મોરારીબાપુ, સતાધારની જગ્યાના જીવરાજબાપુ, રામમઢી સુરતથી મુનદાસબાપુ, લોહંગધામ ગોંડલની સીતારામ બાપુ, સતાધારથી વિજયદાસબાપુ સહીત ઉદાસીન આશ્રમ ભાલકાથી બજરંગદાસ બાપુ સહતી ગુજરાતભરમાંથી અનેક સંતો મહંતો આ સમુહલગ્નમાં હાજરી આપશે.આ સમુહલગ્નમાં લગ્નગીતના કલાકારોમાં રાધીકાબેન હરિયાણી (જેતપુર) સાજીદા ભગવાનદાસજી ગોંડલીયા અને તેનું ગ્રુપ આ સમુહ લગ્નમાં 9 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે અને દરેક દીકરીઓને કરીયાવરમાં 125 વસ્તુઓ આપવામાં આવશે.આ સમુહલગ્ન લગ્ન સ્થળ આંબલીયાળા ગામે ઇણાજ રોડ ઉપર પુજાભાઇ બારડની વાડીએ રાખવામાં આવેલ છે. આ સમુહલગ્નમાં પધારવા શ્રી વૈષ્ણવ સાધુ સમાજના લગ્ન ઉત્સવ સમીતી વતી પ્રમુખ સામળદાસ ગોંડલીયા દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.