સૌરાષ્ટ્રના સંક્ષિત સમાચાર

વંથલીમાં યુવાન ઉપર છ શખ્સોનો ધોકાથી હુમલો
જુનાગઢ: વંથલીના યુવાન પર જુના ઝગડાવું મનદુ:ખ રાખીને 6 જેટલા શખ્સોએ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી છરીનો ઘા મારી દેતાં યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. વંથલીના અજય લલીત વાણવી નામના યુવાનને દોઢેક વર્ષ પહેલા જયેશ તથા જીતેશ નામના કાજલીયાળા ગામના શખ્સો સાથે ઝઘડો થયો હતો જેનું મનદુ:ખ રાખી છ જેટલા શખ્સોએ લાકડાના ધોકા સહીત મુંઢ માર મારી એક શખ્સે છરીના ઘા મારી દેતા અજય વાણવીને જુનાગઢ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ભાવનગરમાં પાડોશીની મારામારીમાં
ઘવાયેલ વૃધ્ધાએ દમ તોડયો
ભાવનગર: ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારા મારીમાં ઇજા પામેલ વૃઘ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઠકકરબાપા સોસાયટીમાં રહેતા વીરુબેન નારણભાઇ કંટારીયા (ઉ.વ.65) નામની દલીત વૃઘ્ધાને તેના પાડોશી સાથે ગત તા.27-3 ના રોજ થયેલ મારામારીમાં લાકડી વાગતા ઇજા પહોચતા અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ. જયાં તેને તા.30મીએ રજા આપવામાં આવેલ. ફરી તા.9-4 ના રોજ તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાં આજે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ગોંડલમાં વાહન હડફેટે આધેડનું મોત
ગોંડલ: ગોંડલ ઘોઘાવદર રોડ પર હજુ ગત રાત્રીના ત્રણ યુવાનોના મોતની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં જ આજરોજ લષ 6ય 8711 ના ચાલકે ઘોઘાવદર રોડ પર અસ્થિર જીવન જીવતાં આશરે 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને અડફેટે લેતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું ઘટના અંગેની તપાસ સીટી પોલીસના પીએસઆઇ એસ.એમ રાદડિયાએ હાથ ધરી છે અસ્થિરતા મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને રાખવામાં આવ્યો છે અને તેની ઓળખ મેળવવા તાજવીજ હાથ ધરાઇ છે.
જૂનાગઢના ધારાસભ્ય દ્વારા શહેરના વિકાસ નકશામાં ત્રુટીઓ સુધારવા માંગ
જુનાગઢ : જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ સરકારમાં મંજુરી અર્થે રજુ થયેલ વિકાસ નકશામાં રહેલી ત્રીટુઓ સુધારવા માટે મુખ્યમંત્રીને એક પત્ર લખી રજુઆત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપારીને ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ લખેલ પત્રમાં જણાવ્યુ છે કે શહેરના મધ્યમાં પસાર થતી રેલ્વે લાઈનને તમામ રોડમાં ભવિષ્યમાં ઓવરબ્રીજ કરવાની જરૂર પડે તે માટે આ તમામ રસ્તાઓ 30 મીટરના કરવા, શહેરમાંથી પસાર થતી જુનાગઢ સોમનાથ રેલ્વે લાઈનમાં વાડલા ફાયકથી કોયલી તરફ જતા રસ્તો જુનાગઢ વંથલી રોડ સુધી લંબાવવા ટીંબાવાડી બાયપાસ ઉપર કાળવા વોકણાથી ચોબારી રેલ્વે ક્રોસીંગ થઈ ઝાંઝરડા વધાવી રોડ રોડ સુધી 30 મી. રોડ બનાવવા જીઆઈડીસી માંથી 66 કેવી વીજ સ્ટેશનથી ખામધ્રોલ તરફ જતો રોડ 30 મી. બનાવવો રાજકોટ હાઈવેથી સરગવાડાનો રોડ 30 મી. પહોળો કરવો. તથા શહેરી વિકાસ નકશામાં ધોરાજી રોડથી વંથલી રોડ સુધીના રસ્તાનું અંતર 6 કીમી બતાવવામાં આવેલ છે. જે રોડ અમુક જગ્યાએ કયાય છે આ રોડને સળંગ દર્શાવવા પત્રના અંતમાં ભલામણ કરેલ છે. જુનાગઢ વિકાસના નકશામાં જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ દીર્ઘ દ્દષ્ટીથી ભવિષ્યમાં વધતી વસ્તી અને વાહન વ્યવહારને તતા ઓવરબ્રીજની કરવા પડે તે ધ્યાને લઈ ત્રુટીઓ દુર કરવા ભલામણ કરી છે.
ભાવનગરની બે મહિલાઓનું યોગના પ્રચાર માટે વિદેશ ગમન
ભાવનગર: ભાવનગરના વિપ્ર પરિવારની બે બહેનો યોગ અને સંસ્કૃત ભાષાના પ્રચાર માટે વિદેશ પ્રવાસે જવા રવાના થનાર છે. ભારત સરકાર દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર માટે ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીની અને લકુલીશ વિદ્યાલયના સેવા આપનાર ભાવનગરનાં યોગ સાધિકા યોગીતાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે. યોગીતાબેન ઓસ્ટ્રેલીયા ખાતે યોગનો પ્રચાર અને પ્રસાર કરી લોકોને યોગ વિષે શિક્ષણ આપનાર છે. આ ઉપરાંત તેમના બેન હિનાબેન મહેતાની પણ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે પસંદગી કરવામાં આવી છે. હિનાબેન સ્વીત્ઝરલેન્ડ ખાતે સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસારનો કાર્યભાર સંભાળનાર છે. આ અંગે ભાવનગરના જાણીતા યોગ ગુરુ આર.જે.જાડેજા તથા અર્ચન મહેતાએ માહિતી આપી હતી. યોગીનીબેન મહેતા આ અગાઉ પણ યોગના પ્રચાર માટે ઇજીપ્ત અને નેપાળના પ્રવાસે જઇને ભારતની પ્રાચીન એવી યોગ વિદ્યાનો પ્રચાર કરી ચુકયા છે.
તળાજા નીલકંઠ વિદ્યાપીઠમાં પેરેન્ટિંગ સેમિનાર સંપન્ન
ભાવનગર: પોતાની વાણી વડે રાજય અને દેશમાં જાણીતા બનેલા સંજય રાવલએ તળાજામાં હજારોની જનમેદનીને નિલકંઠ સ્કુલના મહેમાન બનીને સબોધી હતી. લગભગ બે કલાકનાં વકતવ્યમાં ખાસ કરીને અભ્યાસક્રમને લઈ શિક્ષણ વિભાગને આડે હાથે લેવામાં આવેલ. રાજયના વિવિધ વિભાગનાં મંત્રીઓ કેવા હોવા જોઈએ. તે વિચારો અને પોતે મુખ્યમંત્રી હોઈ તો શું કરવા માગે છે તેવી રમુજ શૈલીસાથે ચુટકીઓ લઈ સિસ્ટમને પોતાનો વિચારો પ્રમાણે રજુ કરેલ. અહીં લોકડાયરામાં કલાકાર ઉપર આવેલ રકમને મેથળા બંધારાનાં ફંડમાં આપવાની જાહેરાત સ્કુલના સંચાલકો દ્વારાં કરવામાં આવેલ છે. તળાજા સ્થિત નિલકંઠ વિદ્યાપીઠ ખાતે પેરેન્ટીગ સેમિનાર યોજવામાં આવેલ શિક્ષણ, ધર્મ, માત-પિતા,સેકસ, રાજકારણ અને બાળપણને લઈ વૃધ્ધાવસ્થા વિશે સમજણ આપવા માટે એકમાત્ર વકતા તરીકે સંજય રાવલ રહ્યા હતા.