દ્વારકા જિલ્લાની ક્રાઈમ ડાયરી

જામખંભાળીયા, તા. 16
કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામે રહેતા સતવારા આંબાભાઈ લખુભાઈ ડાભીની 21 વર્ષીની પુત્રી જાગૃતિબેને કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરનરી જી.જી.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે મૃતકના તપિતા આંબાભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને જાણ કરતાં પીએસઆઈ એસ.એસ. ભદોરીયાએ કાર્યવાહી હાથ ધરી છે.
ઈલે. માલસામાનની ચોરી
ઓખા નજીકના આડતરા મસ્જીદની પાછળના ભાગમાં ગોડાઉન ધરાવતા કરીમભાઈ જાકુબભાઈ બેતારાએ કિરણભાઈ આનંદભાઈ નામના એક આસામીને ઉપરોકત ગોડાઉન ભાડે આપ્યુ હતું.
આ ગોડાઉનમાં કિરણભાઈએ રાખેલો બોટનો વાયલેસનો આખો સેટ ગઈ તા.10મી એપ્રિલના રોજ રાત્રીના 8 વાગ્યાથી શુક્રવાર તા.13 મીના રોજ સાંજના સાત વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાનું ખુલવા પામ્યુ છે.
રૂા.45 હજારની કિંમતના જીપીએમ મશીન વાયરલેસ સેટ એરીયલ તતા કેબલ વાયર અને હોકાયંત્ર મળી આ સમગ્ર સેટની ચોરી થયાની ફરિયાદ કરીમભાઈ બેતારાએ ઓખા મરીન પોલીસમાં નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વી.એમ.ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયાની મહિલાએ
ઝેરી દવા પીધી
ખંભાળીયામાં રહેતા વાલાભાઈ હમીરભાઈ પારીયાના પત્ની લક્ષ્મીબેન ઉ.વ.28 એ ગઈ તા.11મીના રોજ ત્રણેશ મંદિર પાસેના વિસ્તારમાં ભુલથી ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેણીને અહીંની હોસ્પીટલમાં સારવાર અપાઈ હતી.
યુવાને ઝેરી દવા પીધી
ખંભાળીયા તાલુકાના સલાયા ગામે રહેતા ઋત્વીક માંડણભાઈ ઓડીચ નામના 18 વર્ષના બ્રાહ્મણ યુવાને ગઈ તા.10મી ના રોજ પોતાના ઘરે રહેલી ખંડમાં છાંટવાની દવાની શીશીમાંથી એક ચમચી દવા પી લેતા તેને ખંભાળીયાની હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.
ઝેરી દવા પીધી
કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે રહેતા સુરેશભાઈ વલુભાઈ રાઠોડ નામના ખવાસ યુવાને ગઈ તા.3ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા ગટગટાવી લેતા તેને વધુ સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયેલ છે.
આ બનાવની જાણ મોહનભાઈ વલુભાઈ રાઠોડે કલ્યાણપુર પોલીસને કરી છે.