ચોટીલામાં લગ્નની લાલચે સગીરાને ભગાડી જનારો શખ્સ અંતે ઝડપાયો

સગીરાની પૂછપરછ સાથે આરોપીની મેડિકલ ચકાવણી હાથ ધરાઈ
વઢવાણ તા:16
ગઈ તા. 22.03.ના રોજ ચોટીલા પોપટપરા ખાતે રહેતા અને ફરિયાદીની સગીર વયની દીકરીને ચોટીલા ગામના જ આરોપી દીનેશભાઈ દાનાભાઈ મકવાણા લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, ભગાડી ગયેલ હતો. ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી દિનેશભાઇ દાનાભાઈ મકવાણા વિરુદ્ધ ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવેલ હતો.
આ ગુન્હાની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર સગીર છોકરીની પોલીસ દ્વારા આજદિન સુધી તપાસ કરવા છતાં મળી આવતા ના હતા અને નાસતા ફરતા હતા. આમ, તે સંબંધે તપાસ કરવા છતાં આરોપી તથા ભોગ બનનારનો કોઈ પતો લાગતો ના હતો...
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. સી.બી.રાંકજાને પોતાના બાતમીદારોથી બાતમી મળેલ કે, ચોટીલા ટાઉન ખાતેથી ભાગેલ સગીર છોકરી તથા આરોપી મીરબી ખાતે સોગો સીરામીકના કારખાનાની પાછળ રહે છે અને કામ શોધવા ફરે છે, જે મળેલ માહિતી ટેકનીકલ સોર્સ આધારે વેરીફાઈ કરવામાં આવતા, આરોપી મોરબી હોવાની હકીકત મળતા, ચોટીલાના પી.એસ.આઈ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા તથા સ્ટાફના હે.કો. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, જુવાનસિંહ, વસંતભાઈ, વિલાશબેન તથા શિલ્પાબેન ડ્રાઇવર ભગુભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે આ ગુન્હાના આરોપી દિનેશભાઇ દાનાભાઈ મકવાણા અનુ.જતી ઉવ. 27 હાલ રહે. પોપટપરા, મકૃતિયાપરા, ચોટીલા મૂળ રહે. પીપળીયા તા. જી. બોટાદને મોરબી ખાતેથી સોગો સીરામીક નામના કારખાના પાછળથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની સાથે ભોગ બનનાર પણ મળી આવતા, તેને પણ સાથે લાવવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દિનેશભાઇ દાનાભાઈ મકવાણા પરણિત હોવાની અને બે સંતાનનો પિતા હોવાની હકીકત* પણ પોલીસ પૂછપરછમાં કબુલાત કરેલ હતી. ચોટીલા પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા આરોપીની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. વધુ તપાસ પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.... સગીરાનો અપહરણ કર્તા અને પોલીસ સ્ટાફ નજરે પડે છે.
(તસવીર-જયરાજસિંહ રાઠોડ-વઢવાણ)