જસદણની ક્ધસ્ટ્રકશન એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકવા માગણી

રોડ રસ્તાના કામ અધૂરા મુકતા લોકોને હાલાકી નગરપાલિકાના વોર્ડ નં.2 ના સભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત
જસદણ, તા. 16
જસદણમરાં નગરપાલીકા દ્વારા વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા ગટર સહિતના કામોનો કોન્ટ્રાકટ મધુરમ ક્ધટ્રકશન એજન્સીને આપવામાં આવ્યો છે પરંતુ આજ સુધી એક પણ કામ પુરા નહી કરતા લોકોને હાલાકી થઈ રહી હોય મધુરમ એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકવા માંગણી ઉઠવા પામી છે. જસદણના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાના નામો ચાલુ હતા ત્યારે જે મધુરમ ક્ધસ્ટ્રકશન એજન્સી દ્વારા બનાવવામાં આવતા હતા તેઓ દ્વારા વાજસુર પરા શેરી નં.12, 13, 18, 4 તેમજ માલધારી વિસ્તાર તેમજ આટકોટ રોડ ગંગાભુવન ચિતલીયા રોડ આવેલ જુદા જુદા વિસ્તારોમાં ચારે બાજુ ખોદી ખોદીને આ એજન્સીવાળા કામ અધુરા મુકી દેવામાં આવ્યા છે. અડધી શેરીમાં મેટલ પાથરીને આ બાબતે જસદણ નગરપાલીકાના ચીફ ઓફિસર જીજી સંતોકીને લેખીત તેમજ મૌખીત અવારનવાર રજૂઆત કરેલ હોવા છતા મધુરમ ક્ધસ્ટ્રકશન એજન્સી પર કોઈ પણ જાતના પગલા લીધેલ નથી તેથી આડેધડ ખોદકામ થયેલ હોવાથી તેમજ મેટલ પાથરેલ હોવાથી લોકોને ચાલવામાં ખુબજ મુશ્કેલી પડે છે તેમજ એજન્સીને કામ ચાલુ કરવા અવારનવાર મુલાકાત પણ કરેલ તેમ છતા આજ સુધી કામ ચાલુ કરેલ નથી હાલ આ ખોદકામને આશરે 4 માસ વીતી ગયેલા છે. લોકો હાલ ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેની જસદણ નગરપાલીકા ચીફ ઓફિસરને જરા પણ ચિંતા નથી તેમજ હજી વોર્ડ નં.2 વાજસુર પરામાં અનેક રોડ રસ્તાઓ મંજુર થાઈ ગયોલ છે તેનુ ખોદાણ પણ શરૂ કરેલ નથી તો શું આ રસ્તાઓ ચોમાસા બાદ શરૂ કરવાના છે??? તેથી આ મધુરમ ક્ધસ્ટ્રકશન એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકવા વોર્ડ નં.2 ના સભ્ય બિજલ ભેંસજાળીયા દ્વારા રજૂઆત કરવામાયં આવી છે.