ભાણવડ બ્લડ કેમ્પમાં 170 બોટલ રક્ત એકત્રિત થયું

જય સોમનાથ ચેરી ટ્રસ્ટ અને સુપર-7 ગ્રુપના સંયુકત ઉપક્રમે એમ્બ્યુલન્સવાનનું લોકાર્પણ: સમુહ ભોજન જેવા કાર્યક્રમો યોજાયા
ભાણવડ, તા. 16
ભાણવડ ખાતે જય સોમનાથ ચે. ટ્રસ્ટ અને સુપર 7 ગ્રુપના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ રકતદાન કેમ્પ એમ્બ્યુલન્સ લોકાર્પણ તેમજ સમુહ ભોજન કાર્યક્ર સુપેરે સંપન્ન થયો હતો.
ખરાવાડમાં સથવારા સમાજ ખાતે યોજવામાં આવેલ રકતદાન કેમ્પ સવારે 9 થી 1 સુધી ચાલ્યો હતો જેમાં 170 બોટલ જેવું માતબર રકતદાન આવ્યુ હતું. જામનગરની વોલન્ટરી બ્લડ બેંક અને ખંભાળીયાની બ્લડ બેંક દ્વોરા આ રકત એકત્રીત કરવામાં આવ્યુ હતું. દરમ્યાન ભાણવડની પ્રજાને ઉપયોગી થઈ શકે તેવી એમ્બ્યુલન્સ વાનનું સ્વ.રામજીભાઈ રત્નાભાઈ નકુમના સ્મરણાર્થે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ભાણવડમાં યોજાઇ ગયેલ રકતદાન કેમ્પ તથા એમ્બ્યુલન્સ વાન લોકાર્પણ કાર્યક્રમ (તસવીર: હિતેન્દ્રસિંહ જાડેજા-ભાણવડ)