પરશુરામ યાત્રાનું સ્વાગત

ધોરાજી:ધોરાજી પરશુરામ યાત્રા આવી પહોંચતા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પરશુરામ યાત્રા સમગ્ર ભારતમાં 1,11,000 (એક લાખ અગિયાર હજાર) કિલોમીટર લાંબી ભગવાન પરશુરામની ગૌરવમય શૌર્યગાથાના પ્રચાર-પ્રસાર અર્થે  આ યાત્રા ભારતદેશના સમસ્ત બ્રાહ્મણ બંધુઓને એક તાંતણે બાંધવા માટેના આ મહાસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત દેશના 687 જિલ્લા મુખ્યાલય અને 4000 જેટલા ગામડાઓમાં પ્રચાર-પ્રસાર કરવા જશે.(તસવીર:ચેતન ત્રિવેદી-ધોરાજી)