મોટર પાર્ટસની દુકાનમાં આગ

અમરેલીના એસ.ટી.ડેપો સામે આવેલ વ્હાઇટ હાઉસ કોમર્શિયલ કોમ્લેક્ષમાં આવેલ એક મોટર પાર્ટસની દુકાનમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે અમરેલી પાલિકાના ફાયર ફાયટરે બનાવ સ્થળે દોડી જય આગને કાબુમાં લીધી હતી. જો કે આ બનાવમાં કેટલાંની નુકશાની થવા પામી છે તે જાણી શકાયું નથી.(તસવીર:મિલાપ રૂપારેલ-અમરેલી)