મ્યુઝિયમ । કેરી

એમ તો ગધેડો પણ ઘાસ ચરે છે અને
ગાય પણ ઘાસ ચરે છે પણ એ બંનેમાં ફરક
એટલો છે કે ગવધેડો ઘાસને ઉખેડી નાખે છે
જયારે ગાય ઘાસના મૂળને જીવંત રાખે છે.
એમ તો કેળાની ગણતરી પણ ફળમાં થાય છે
અને કેરીની ગણતરી પણ ફળમાં થાય છે
પણ એ બે વચ્ચે ફરક એટલો છે કે
કેળું પોતાનામાં બીજને સંઘરીને નથી બેઠું હોતું
જયારે કેરી પોતાનામાં બીજને સંઘરીને બેઠી હોય છે.
જો આપણી પાસે અકકલ હોય તો
કેરી આપણને આ સંદેશ આપી રહી છે કે
‘દોસ્ત, જીવનમાં તું જે પણ સુખ ભોગવે
એ ગધેડો ઘાસ ચરતો હોય એ રીતે ન ભોગવતા,
ગાય ઘાસ ચરતી હોય એ રીતે ભોગવજે.
સુખનો તારો ભોગવટો ‘કેળા’ જેવો ન બની રહેતા
મારા જેવો બની રહે એનું ધ્યાને રાખજે.
ટૂંકમાં, સુખના ભોગવટામાં નવા સુખનો
જન્મ થઇને જ રહે એનું તું ખાસ ધ્યાન રાખજે.