ઉ.પ્ર.માં એન્કાઉન્ટરના સોદા થતા હોવાનો ઘટસ્ફોટ

એક પોલીસ અધિકારીનો ઓડિયો વાઇરલ થયો
લખનૌ,તા.16
ઉત્તર પ્રદેશના ઝાંસી જીલ્લામાં ફરજ બજાવી રહેલા એક પોલીસકર્મી (એસએચઓ)ની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં જઇંઘ એક કુખ્યાત હિસ્ટ્રીશીટરને એન્કાઉંટરની ધમકી આપતા કહેતો સંભળાય છે કે જો તેને એન્કાઉંટરથી બચવું હોય તો ભાજપના નેતાઓને સાધે. આ ઓડિયો ક્લિપ વાઈરલ થતા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ ઓડિયો વોટ્સએપ પર વાઈરલ થયો હતો, ત્યાર બાદ એસએસપીએ એસએચઓને તત્કાળ સસ્પેન્ડ કરી દીધો છે. એસએસપી ઝાંસી વિનોદ કુમાર સિંહે મૌરાનીપુરના એસએચઓ સુનીત કુમાર સિંહને સસ્પીન્ડ કરી દીધો છે. તેના પર લગાવવામાં આરોપોની તપાસ માટે એક કમિટી પણ રચવામાં આવી છે. લેખરાજને ધમકાવ્યો આ ઓડિયોમાં સુનીત કુમાર સિંહ ભૂતપૂર્વ લેખરાજ સિંહને ધમકી આપી રહ્યો છે. લેખરાજ સિંહ પર ધાડ, લૂંટ અને હત્યાના 70થી વધારે કેસ નોંધાયેલા છે. તેણે અનેક ગુનેગારોને ઠેકાણે પાડી દીધાં છે. તેને પણ આવી જ કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ત્યાર બાદ લેખરાજને સલાહ આપતા એસએચઓ કહે છે કે, તને એક સલાહ આપુ છું કે સંજય દુબે અને રાજીવ સિંહ પરીછાને સંભાળી લે. આમ કરવાથી તને રાહત મળશે. જો આમ ના કર્યું તો કંઈ પણ થઈ શકે છે. સંજય દુબે ભાજપના જીલ્લા અધ્યક્ષ છે જ્યારે રાજીવ સિંહ બબીનાથી ભાજપના ધારાસભ્ય છે. આ ઓડિઓ ક્લિપ તાજેતરની જ છે. લેખરાજને ડર હતો કે તેનું એન્કાઉંટર થઈ શકે છે, માટે જ તેણે એસએચઓને ફોન કર્યો હતો. ઓડિયો ક્લિપમાં લેખરાજ એસએચઓને તેને માફ કરી દેવાનું કહેતો સંભળાય છે જ્યારે એસએચઓ કહે છે કે, તે સરેંડર કરી દે નહીંતર કઈં પણ થઈ શકે છે.