ઓખા-જયપુર ટ્રેન રાજકોટ અઢી કલાક મોડી પહોંચશે


રાજકોટ તા.16
ઓખા-જયપુર સુપર ફાસ્ટ ટ્રેન રાજકોટમાં અઢી કલાક
મોડી પહોચશે.
પ્રાપ્ત વિગતો મુજબ ઓખા-વારાણસી ટ્રેન આવ્યા બાદ ટે્રન નં.19પ73 ઓખા-જયપુર સુપર ફાસ્ટ ટ્રેન ઉપડે છે ત્યારે ઓખા-વારાણસી ટ્રેન મોડી પડતા ઓખા-જયપુર ટ્રેન ઓખાથી રાત્રીના 7.ર0 ના બદલે 10.1પ એ ઉપડશે. જે રાજકોટમાં રાત્રીના 11.પ0 ના બદલે ર.1પ એ પહોચશે. યાત્રિકોએ વધુ માહિતી માટે રેલ્વે ઇન્કવાયરી નંબર 139 ઉપર સંપર્ક કરવા ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવેની યાદીમાં જણાવાયું છે.