જેતપુરમાં પ્રેમીને પૂર્વ પ્રેમિકાના પતિ સહિતના શખ્સોએ ધોકાવ્યો

ફાકી ખાઈ ચાલીને ઘેર જતો હતો ત્યારે ધોકા-પાઈપથી તૂટી પડ્યા, સારવાર માટે રાજકોટ ખસેડાયો
રાજકોટ તા,16
જેતપુરમાં સામાકાંઠે રહેતા મુસ્લિમ યુવાનને પૂર્વ પ્રેમીકાના પતિ, પુત્ર સહિતના શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
જેતપુરમાં સામાકાંઠે પ્રભા ડાઈંગ પાસે રહેતો અને રીક્ષાચાલક સાજીદ હાજીભાઇ શેખ (ઉ.વ.24) નામનો યુવાન ગત રાત્રે પાનની દુકાનેથી ફાંકી ખાઈને ચાલીને ઘેર આવતો હતો ત્યારે તેની પૂર્વ પ્રેમીકા વર્ષાના પતિ વેલજી રૂખડ કોળી, પુત્ર અજય, જમાઈ જગદીશ અને અનુ ખવાસ સહિતના શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે પ્રથમ જેતનપુર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં સાજીદ બે ભાઇ બે બહેનમાં મોટો અને અપરિણીત છે સાજીદને અગાઉ વર્ષા સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ છેલ્લા પાંચેક મહિનાથી પ્રેમસંબંધ હતો નહી ગઇકાલે પોતે પેતા ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે વર્ષાના પરિવારજનોએ હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.