ખીરસરા ગામે સગીરા સાથે અડપલા કરનાર આરોપી ઝડપાયો

દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે સગીર વયની બાળા સાથે અડપલા કરનાર આરોપી રાણા ઉર્ફે ધનુ મેપા વાઘ (ઉ.વ.4ર)ને કલ્યાણપુર પોલીસે ગોરાણા ગામની સીમમાંથી ઝડપી પાડયો છે. આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ પો.સબ ઇન્સ. એ.એન.જાડેજા, એ.એસ.આઇ. ડી.એસ.નકુમ ચલાવી રહ્યા છે.