સાવજને પાણી પીવા ગામનો ધક્કો નહીં થાય!

આગામી 100 દિવસ સુધી વિશેષ કાળજી લેવાશે બૃહદ ગીરમાં કૂંડીઓ બની: પવન ચક્કી અને ટેન્કરની મદદથી પૂરતા પાણીની વ્યવસ્થા
અમરેલી, તા. 23
ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે પીવાના પાણી માટે લોકો હાડમારી અમરેલી જીલ્લામાં અનુભવી રહ્યા છે પણ ગીરની શાન ગણાતા સિંહો માટે વન તંત્રે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા આખરે કરી છે. બૃહદ ગીર ગણાતા રેવેન્યુના સિંહો માટે વન વિભાગે પાણીના પોઈન્ટો ઉભા કર્યા છે તો નવી કુંડીઓ બનાવીનેસિંહો માટે ટેન્કરો શરૂ કરીને પીવાના પાણી માટે સિંહોને હાશકારો અમરેલીના વન વિભાગે કરી દીધો છે. આ છે અમરેલી જીલ્લાનો બૃહદ ગીર વિસ્તાર ગણાતા લીલીયાના ક્રાકચના રેવેન્યુ વિસ્તાર આ લીલીયાના રેવેન્યુ વિસ્તારોમાં આશરે 40 ઉપરાંતના સિંહોનો વસવાટ છે ત્યારે અમરેલી જીલ્લામાં પીવાના પાણી માટે ઉનાળાના પ્રારંભે જ પાણી માટે રઝળપાટ શરૂ થયા છે ત્યારે અમરેલીના સિંહપ્રેમીએ બૃહદ ગીર વિસ્તારના સિંહો સાથે વન્ય પ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા ન પડે તે માટે રજુઆતો કરવામાં આવેલી હતી, જે ઘ્યાને લઈને વનવિભાગે વન્ય પ્રાણીઓ માટે બૃહદ ગીરના જાડી ઝાંખરા વાળા ગીચ વિસ્તારોમાં પવન ચક્કી વડે તો પાણીના ટેન્કરો સિંહો માટે શરૂ કરીને ગુજરાતની શાન ગણાતા સિંહો માટે વનવિભાગે પાણીની સુંદર વ્યવસ્થા કરીને સિંહપ્રેમીની લાગણીઓ જીતી લીધી હતી. અમરેલી જીલ્લાના બૃહદ ગણાતા લીલીયા, ક્રાકચ સહિતના વિસ્તારોમાં સિંહો સાથે હરણ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓનો વધુ વસવાટ છે. આ સિંહો માટે ભારે જાડી ઝાંખરા વચે મનુષ્ય ન ચાલી શકે તેવા વિસ્તારોમાં પાણીની નવી કુંડીઓ વનતંત્રે બનાવી તો પવન ચક્કીઓ જે બંધ હતી તે ચાલુ કરાવીને સિંહો માટે આખો ઉનાળો પાણી માટે જયાં ત્યા ગામડાઓમાં પાણીની તરસ છીપાવવાઘૂસવું ન પડે તેવી વ્યવસ્થા વનવિભાગે કરીને સિંહો બચાવવા માટેનો ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
એશિયાટિક સિંહો ભારત દેશની શાન છે. આ સિંહો ગીરના જંગલ સાથે રેવેન્યુના ગણાતા બૃહદ ગીરોમાં પણ સિંહો એ નવું સામ્રાજય સ્થાપ્યું છે. લીલીયાના આખા બૃહદ ગીરમાં 40 ઉપરાંતના સિંહો માટે વનવિભાગે ઉનાળાના આરંભ સાથે પીવાના પાણીની રામાયણ સિંહોને ન વર્તાઈ તે માટે નવા પાંચ પોઈન્ટ પર કુંડીઓ બનાવી છે. લીલીયા, ક્રાકચ, અંટાલીયા, બાવડા બવાડી, ભોરીગડાથી લઈને છેક સાવરકુંડલા ના જુના સાવર સુધી આ સિંહોનો કોરીડોર હોય ત્યારે સિંહોના ઈંટીરીયલ ગણાતા વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો સિંહો માટે શરૂ કરીને વન વિભાગે સિંહો માટે ભારે સતર્કતા સાથે કુત્રિમ અને કુદરતી પાણીના પોઈન્ટો થકી વન્યપ્રાણીઓ માટે આશીર્વાદ રૂપ કાર્ય શરૂ કરતા સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે તો સિંહો પણ આ વખતની વનતંત્રની જહેમતથી રાહત અનુભવી રહયા છે. દુર્ગમ જંગલ વિસ્તારમાં કૂંડીઓ બનાવીને ટેન્કરથી પહોંચાડતું પાણી. (તસવીર: મિલાપ રૂપારેલ)