હિન્દુ યુવા વાહિની દ્વારા ૧૭મા સ્થાપના દિને નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાશે


રાજકોટ તા.રર
હિન્દુ યુવા વાહિન ૧૭માં સ્થાપના દિન ઉજવણી તેમજ રામના જન્મોત્સવ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન તેમજ બાળકો-વયોવૃધ્ધ માટે નિ:શુલ્ક નિદાન સારવાર દવા સાથે આરોગ્ય શિબિર યોજાશે.
ગૌરક્ષપીઠાધિશ્ર્વર ગોરખપુર મહંત યોગી આદિત્યનાથજી મહારાજ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ દ્વારા સ્થાપિત હિંદુ યુવા વાહિની એક બિનરાજકીય સામાજીક - સાંસ્કૃતિક ધર્મ જાગરણ તથા લોકહિત તથા હિંદુ સમાજહિતના કાર્ય હેતુ સ્થાપિત સંસ્થા છે તેની સ્થાપના પૂજ્ય યોગી આદિત્યનાથજી મહારાજ દ્વારા વર્ષે ર૦૦ર રામનવમીના શુભ દિવસે ગૌરક્ષનાથ મંદિર ગોરખપુર ઉત્તરપ્રદેશ ખાતે કરવામાં આવેલ.
હિંદુ યુવા વાહિની રાજકોટ મહાનગર દ્વારા સંગઠનના ૧૭ માં વાર્ષિક સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરમાં તા.ર૪ માર્ચ ર૦૧૮ શનિવારના રોજ સેવાકીય કાર્ય બાળકો - વયોવૃધ્ધો માટે નિ:શુલ્ક આરોગ્ય નિદાન તેમજ સારવાર શિબિરનું આયોજન સવારે ૯ થી બપોરના ૧ સુધી શાળા નં.૪૭, મહાદેવ વાડી મેઇન રોડ, લક્ષ્મીનગર ખાતે યોજવામાં આવશે. શિબિરના ઉદ્દઘાટક ડો.વિક્રાંત પાંડે જીલ્લા કલેકટર રહેશે.
અનુપમસિંહ ગેહલોત શહેર પોલીસ કમિશ્નર, ડો.બંછાનિધિ પાની રાજકોટ મ્યુ. કમિશ્નર, ડો.મનીષ મહેતા તબીબી અધિક્ષક સિવિલ હોસ્પીટલ, નરેન્દ્રસિંહ ઠાકુર ચેરમેન શિક્ષણ સમિતિ રા.મ્યુ. કોર્પોરેશન સહિતના ઉપસ્થિત રહેશે તેમજ રામ જન્મોત્સવ નિમિત્તે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન તા.રપ ને રવિવારે સાંજે ૪ થી ૭ રમતેશ્ર્વર મહાદેવ મંદિર ઉદાસીન આશ્રમ ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપની બાજુમાં યોજવામાં આવેલ છે. સુંદરકાંડ પાઠ બાદ મહાઆરતી અને ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્ર મંડળના સંતો-મહંતો સર્વશ્રી....
આરોગ્ય શિબિર તેમજ સ્થાપના દિવસ ઉજવણી સુંદરકાંડ બંને કાર્યક્રમનું માર્ગદર્શન દિલીપભાઇ દવે, વિજયભાઇ કારીયા, મહેન્દ્રસિંહ તલાટીયા, ધર્મેશભાઇ વસંતના માર્ગદર્શનથી ભાવેશભાઇ પિત્રોડા, રાજુભાઇ ઉમરાણીયા, અશોકભાઇ હરસોરા, સુધીરભાઇ પોપટ, સંજયભાઇ ગઢવી, રાહુલભાઇ જોશી, રાજેન્દ્રભાઇ ઉમરાણીયા, જયવીરસિંહ પાલીવાર, કપીલભાઇ પંડયા, નૈમીષભાઇ કનૈયા, પરેશભાઇ ઉમરાણીયા, સંજયભાઇ બરાલીયા, પંકજભાઇ તવૈયા, ભાવિનભાઇ ધીયા, નયનભાઇ સુચક તેમજ મહિલા વિભાગના પીન્ટુબેન બેરા, પાયલબેન સોલંકી, નીતાબેન કામદાર, માલવિકાબેન વાછાણી વગેરે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેમ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું છે. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો. (તસ્વીર: પ્રવીણ સેદાણી)